________________
ભેગી કરવાની કોઈ શાસ્ત્રાજ્ઞા નથી. તેવી તપની ઘેલછા પણ નુકસાનકારક બની રહે. ---
તપ કરવા છતાં જીભ ઉપર કાબુ ન આવે તો રોગ ઘૂસે, ભોગવૃત્તિ ઘૂસે, કદાચ સર્વતોમુખી પતન થાય. જીભ ઉપર કાબુ ન હોય તો તપસ્વી સાધુ પણ પ્રચ્છન્નસંસારી બની જાય. બાહ્ય તપ કરવામાં મુખ્યતયા શાતાનો ઉદય, વિર્યાતરાય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે, મોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી નથી. માટે જીભની ગુલામી કરનાર તપસ્વી સાત્ત્વિક ન કહેવાય. જ્યારે મનપસંદ વાપરવાની જીભની લાલસાને રોકવા મોહનીયકર્મના ક્ષયોપશમની જરૂરિયાત હોવાથી જીભની લાલસા છોડનાર સાત્ત્વિક કહેવાય. માટે જ ઈચ્છાનિરોધસ્વરૂપ તપના ગુણગાન શાસ્ત્રકારોએ ગાયેલા છે. ઈચ્છાનિરોધમય નૈૠયિક તપનું આકર્ષણ પ્રબળ બને પછી બાહ્ય તપ કે બીજી કોઈ પણ આરાધના વિકૃતિને જન્માવે નહિ.
આંબેલ આદિ બાહ્ય તપ શક્ય ન હોય તો પણ (૧) ઉન્માદ ન જાગે, (૨) આસક્તિ ન પોષાય, (૩) ત્યાગનો પરિણામ ટકે, (૪) તપના અંતરાય તૂટે, (૫) બીજાને સારું આલંબન મળે, (૬) ભવાંતરમાં આરાધનાની સામગ્રી મળે, (૭) નિ:સત્ત્વતા રવાના થાય એવા આશયથી શક્ય હોય તો રોજ ઉલ્લાસથી ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, મીઠાઈ-ફૂટ-મેવા વગેરેનો ત્યાગ, દ્રવ્ય આદિ અભિગ્રહ વગેરેમાં શક્તિ છૂપાવ્યા વિના અવશ્ય ઉદ્યમ કરે તો જ દેહાધ્યાસ તૂટે અને મોક્ષમાર્ગે તાત્ત્વિક વિકાસ થાય.
તપને પણ ત્યાગ-વૈરાગ્ય-સ્વાધ્યાય-વૈયાવચ્ચ આ ચારેય યોગનું સંતુલન જાળવીને જ કરીએ તો ઝડપથી આત્મકલ્યાણ સુનિશ્ચિત બને. કારણ કે અંતે તો જિનશાસનમાં વિવેકદષ્ટિની જ પ્રધાનતા છે ને ! વિવેકદષ્ટિ વિકસિત થાય તો સન્મતિ, સમ્પ્રવૃત્તિ, શક્તિ, ભક્તિ, સદ્ગતિ, આત્મરતિ, ગુણપ્રગતિ, સાનુબંધ ઉન્નતિ, શાસનપતિ, પરમગતિ મળ્યા વિના ન રહે.
૩૬૮