________________
૫. ભાવીજી ભગવંતોને ઉદ્દેશીને
સંસારમાં પડવાના બદલે તમે સાધ્વીજી ભગવંત બની ગયા તે ઘણું સારું થયું. આજકાલ સંસારમાં કોઈની ધર્મપત્ની બનીને જીવન ગુજારતી સ્ત્રીને જોશો તો તમને મળેલા સંયમજીવન બદલ ખૂબ આનંદ થશે. લગ્ન પછી (૧) પત્નીને બાળી મૂકવાના. (૨) મારપીટ કરવાના, (૩) ડામ દેવાના, (૪) પરાણે રાત્રિભોજન કરાવવાના, (૫) વાતવાતમાં ડાયવોર્સની ધમકી આપવાના, (૬) પિયર તગેડી મૂકવાની ધમકી આપવાના, (૭) ઘરની બહાર કાઢી મૂકવાના, (૮) પરસ્ત્રીની સાથે લફરુ કરવાના, (૯) કલંક આપવાના, (૧૦) દહેજ દ્વારા ચૂસવાના, (૧૧) પત્નીના શીલને રોજ ચૂંથાવીને આવક ઊભી કરવાના કામધંધા કરનારા લોફર, વ્યસની, અતિકામી, અતિક્રોધી, સ્વાર્થી, દંભી, લોભી, ઝઘડાખોર, ચૂસણખોર, આળસુ, જુગારી, રંડીબાજ, નશાબાજ, દેવાળીયા પતિદેવોના જુલમ નીચે કચડાઈને બાળકો સહિત સળગીને, ડૂબીને, રેલ્વે પાટા ઉપર સૂઈને, પંખામાં લટકીને, ઝેર ખાઈને, જીભ કચડીને, અગાશી ઉપરથી ભૂસકો મારીને આપઘાત કરનારી સ્ત્રીઓનો આ દુનિયામાં તોટો નથી.
સસરા દ્વારા થતા બળાત્કાર, સાસુ દ્વારા થતા અત્યાચાર, દેરાણી- જેઠાણી-નણંદ-ભોજાઈ દ્વારા થતા હૃદયવેધી અપમાનો, નાગણ જેવી પડોશણોના ત્રાસ, દૂધવાળા-શાકવાળા-ગુરખા વગેરેની જોહુકમી, મકાન માલિકના વિચિત્ર ત્રાસ, નોકર-ઘાટી વગેરેની પણ ગુલામી, દરજી-ડોક્ટરના આંટાફેરા, દીકરા-દીકરીના મેણાટોણાથી રિબાતી અને ગરીબી, મોંઘવારી, બેકારી, માંદગી, ભૂખમરો વગેરેમાં દટાઈ જતી બહેનો-સ્ત્રીઓ તરફ નજર જાય તો સંયમજીવનનો આનંદ-અનુમોદના થયા વિના ન રહે.
ઘણી જગ્યાએ આર્થિક નબળી સ્થિતિના લીધે નોકરી કરતી બહેનો
૩૬૯