________________
પણ ઓફિસરો વગેરે દ્વારા થતી કુચેષ્ટાથી શીલભ્રષ્ટ બની ચૂકી છે. ધોબણ, રસોયણ, ઘાટણ, ભંગણ, નોકરાણી, કામવાળી તરીકેના બધા જ કામ પત્ની બનનારી સ્ત્રીને પ્રાયઃ ભજવવાના અને પાપના પોટલા જ માત્ર ભેગા કરવાના. બધું સહન કરીને પણ દુર્ગતિનું જ રીઝર્વેશન કરાવવાનું, કોઈની વાસનાપૂર્તિનું સાધન બનીને જીવન ચૂંથી નાંખવાનું, મહામૂલો માનવ ભવ ગુમાવી દેવાનો !
આ બધી રિબામણો, વિડંબનાઓ કરતાં સાધ્વીજીવન એ બહેનો માટે અતિઉત્તમ છે. અહીં સહજ રીતે શીલસુરક્ષા, તીર્થયાત્રા થાય. તપ-ત્યાગ વગેરમાં કોઈ અંતરાય ના કરે. ઉભયતંક પ્રતિક્રમણપડિલેહણ વગેરે આરાધના નિત્ય થઈ શકે. કાચા-પાણીના પાપનો જીવનભર ત્યાગ થાય. અભક્ષ્ય-કંદમૂળ-રાત્રિભોજન વગેરે મહાવિરાધનાઓ છૂટી જાય. વિભૂષા દ્વારા બીજાને પાપમાં નિમિત્ત બનવાનું છૂટી ગયું. સંયમીની સેવા દ્વારા અપ્રતિપાતી વૈયાવચ્ચ ગુણને આત્મસાત કરવાની અમૂલ્ય તક-કેળવણી મળે. આ બધા અપરંપાર લાભો નજર સામે દેખાતા હોય તો ગુરુના કે ગુરુબહેનોના ઠપકા કે મેણા-ટોણા સ્વરૂપ નાની તકલીફ દેખાય જ નહિ. સંસારમાં પતિ, સાસુ, સસરા, જેઠાણી, નણંદ, પુત્ર-પુત્રી વગેરેની આખો દિવસ સેવા કરીને ય પાપ બાંધવાના. એના બદલે અહીં થોડી ઘણી ગુરુગુરુબહેનોની પ્રેમથી ભક્તિ કરવાની અને પુણ્યની પરબ બાંધવાની. આ બધી હકીક્ત નજર સામે હોય તો નિંદા, ક્ષુદ્રતા, તુરછતા, ઈર્ષ્યાથી પારકી પંચાત, સંકૂલેશ, ઝઘડા, પસ્તાવો, આર્તધ્યાન કરીને અમૂલ્ય સાધ્વીજીવનને નિષ્ફળ કરવાની ભૂલ થઈ ન જ શકે
-લખી રાખો ડાયરીમાં...) જિનવચન સાંભળીને ચમકે તે ચિત્ત, ડોલે તે દિલ, માને તે મન, આસું પાડે તે અંતઃકરણ, હચમચી ઉઠે તે હૃદય
૩૭૦)