________________
અતિપરિચય નહિ, ક્ષણહિ
કરો.
અતિપરિચયથી અવજ્ઞા' આ કહેવત આપણે જાણીએ છીએ. પરંતુ “સુપરિચયથી સદ્ભાવ” આ કહેવત પ્રાયઃ કોઈને યાદ આવતી નથી. ગુરુ, સહવર્તી સંયમી વગેરેનો અતિપરિચય અવજ્ઞા કરે એનો મતલબ એ છે કે ગુરુ અને સહવર્તી સંયમીના ઔદયિક ભાવોનું નિરીક્ષણ તેમના પ્રત્યે અવજ્ઞા પ્રગટાવે. “તેઓ શું વાપરે છે ? કેવો પ્રમાદ કરે છે ? કેટલી સુખશીલતા પોષે છે ? પ્રસિદ્ધિ-પ્રશંસા માટે તેઓ કેવા પ્રયત્ન કરે છે? તેમનો ક્રોધ, આહારસંજ્ઞા, આચારશિથિલતા કેવી છે ? ભક્તોની પાછળ તેઓ કેટલો ભોગ આપે છે ?' વગેરે બાબતની મગજમાં નોંધ રાખવી એટલે એમના ઔદયિક ભાવોનું નિરીક્ષણ. આનાથી તેમના પ્રત્યે અણગમો, અરુચિ જન્મ અને તેના પરિણામરૂપે આપણે તેમની અવજ્ઞા, આશાતના, નિંદા, ટીકા વગેરે કરી બેસીએ તેવી શક્યતા ઘણી વધી જાય છે.
તેના બદલે જો ગુરુદેવ, વડીલ, સહવર્તી સંયમી વગેરેનો સુપરિચય કરવામાં આવે તો સદ્ભાવ જાગ્યા વિના ન રહે.• સુપરિચય એટલે તેમનામાં રહેલ શાસનપ્રેમ, શાસ્ત્રરુચિ, સંઘ માટે કંઈક કરી છૂટવાની ભાવના, તપ-ત્યાગ, સ્વાધ્યાય, પ્રભુભક્તિ-વૈરાગ્યસહાયકભાવ-અપ્રમત્તતા વગેરે ક્ષાયોપથમિક ભાવોનું-ગુણોનું જ સતત અવલોકન કરવું. તથા તેમનામાં રહેલ કોઈક દોષને છદ્મસ્થતામૂલક, કર્મજન્ય, શારીરિક ક્ષમતાની કચાશ વગેરે નિમિત્તક માનવા. આ રીતે કરવામાં આવે તો જેમ જેમ ગુરુવર્યો, વડીલવર્ગ, સહવર્તી સંયમીના સાન્નિધ્યમાં રહેવાનું વધે તેમ તેમ તેમના પ્રત્યે ક્રમશઃ “સમર્પણભાવ, સદ્દભાવ, સહાયકભાવ વધ્યા જ કરે. આમ થાય તો જ સંયમના અનુબંધ મજબૂત પડે.
ટૂંકમાં, દીવાલને જોયા પછી તેની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ વગેરેની ઝીણી નોંધ નથી કરતા તેમ ગુરુદેવ કે સહવર્તીના ઔદયિક
૩૭૧