________________
ન મળે તો રાખમાં ઘી ઢોળ્યા જેવું થાય. તો એ ચાર ચીજ કેવી મહાન્ હશે ! તેની પ્રાપ્તિથી કેવો અવર્ણનીય આનંદ આવતો હશે ! જે ચાર ચીજ મેળવ્યા બાદ મુક્તિ નિશ્ચિત થાય, જેને મેળવ્યા બાદ જ મોક્ષ થાય એ ચાર ચીજ કેવી અલૌકિક હશે ! તે સિદ્ધગિરિમાં સંયમજીવનમાં અનશન કર્યા બાદ પણ જો એ ચાર ચીજ ન મળે તો મોક્ષમાર્ગે એક પણ કદમ આગળ વધી ન શકાય તો એ ચાર ચીજ કેવી અદ્ભુત અને અજોડ હશે ! આટલી બધી મહત્ત્વપૂર્ણ એ ચાર ચીજ હોય તો તેને મેળવવા માટે આપણો ભીષ્મ સંકલ્પ કેવો હોવો જોઈએ ? તેના પ્રત્યે આદર અને બહુમાન ભાવ કેવો હોવો જોઈએ ? એ સમજી શકાય તેમ છે. એ ચાર ચીજ કઈ હશે ? તે વિશે તમે વિચારવિમર્શ કરશો. આગળના પત્રોમાં ક્રમશઃ તે ચાર ચીજની ઓળખાણ કરાવીશ. ત્યાં સુધી તે ચાર ચીજ પ્રત્યે અહોભાવ, તલસાટ, સંવેદના, ગરજ બળવાન બને તેવી મનોભૂમિકાને મજબૂત રીતે તૈયાર કરશો. એરોડ્રામ હોય તો પ્લેન ઉતરી શકે, હેલિપેડ હોય તો હેલિકોપ્ટર ઉતરી શકે. તેમ ગરજ-તલસાટ-અભીપ્સા વગેરેની તીવ્રતા સ્વરૂપ સ્ટેન્ડીંગ પ્લેટફોર્મ તૈયાર હશે તો જ તે ચાર તારક તત્ત્વનું અવતરણ આત્મભૂમિમાં થશે. બાકી જાણવા છતાં ન જાણવા જેવું થશે. એવું ન બને તેની ખાસ તકેદારી રાખશો.
– ૨૫ –