________________
આરાધના પણ કેવી બળવાન છે ? એનું આ રીતે સૂક્ષ્મ વિવેકદૃષ્ટિથી સંવેદન કરવાથી મુહપત્તિ કેડપટ્ટી બનતી અટકી પડે.
જેમ ૨૪ કલાક નિરપેક્ષપણે મુહપત્તિને કેડપટ્ટી બનાવવામાં આરાધકભાવ ખીલી શકતો નથી તેમ મુહપત્તિને કાયમ મોઢે બાંધવાથી પણ યાંત્રિકતા, ઉપયોગશૂન્યતા આવવાથી અપ્રમત્તતા વગેરેને કેળવવાનો તાત્ત્વિક લાભ નથી મળતો. માટે તટસ્થ બુદ્ધિથી તારક જિનાજ્ઞા પ્રત્યે અહોભાવ કેળવીને બોલતી વખતે મુહપત્તિનો જીવંત ઉપયોગ રાખશો તો ઉપર જણાવેલ અપરંપાર લાભો અવશ્ય મળશે. મુહપત્તિના ઉપયોગ સ્વરૂપ અપ્રમત્તતાના બળથી સદા સર્વત્ર અપ્રમત્તતાને આત્મસાત્ કરવાની મંગલ શરૂઆત આજથી આપણા જીવનમાં થાય અને અપ્રમત્તગુણસ્થાનકે આરૂઢ થવાનું સૌભાગ્ય મળે તેવી પરમાત્માને મંગલ પ્રાર્થના.
લખી રાખો ડાયરીમાં...
પરદુઃખના ઈન્કારમાં આર્હત્ત્વનું બીજ સમાવિષ્ટ છે. સ્વદોષના સ્વીકારમાં કૈવલ્યલક્ષ્મીનું બીજ નિહિત છે.
સારો ગુરુકુલવાસ મળે પુણ્યના આધારે,
ફળે યોગ્યતાના આધારે.
• સાધુ (૧) નિરભિમાની, (૨) ઠરેલ પ્રકૃતિવાળા, (૩) હાસ્ય-મશ્કરી શૂન્ય, (૪) વિકથા - પરપંચાતથી રહિત હોય, (૫) વગર વિચાર્યે ન બોલે, (૬) વગર પૂછ્ય બોલે નહિ (૭) અતિ બોલે નહિ. (ઉપદેશમાલા. ગાથા-૭૯)
૭૫