________________
પૂર્વી વગેરેને જિનકલ્પ સ્વીકારવાનો નિષેધ શાસ્ત્રમાં કરેલ છે. કેવલજ્ઞાની તીર્થંકર પણ નદી ઉતરવાનો અપવાદ સેવીને પણ ભવ્યજીવો ઉપર વિશિષ્ટ ઉપકાર કરે છે. વિવેકી ન હોય તે કાં તો અતિપરિણત હોય અથવા અપરિણત હોય. આગાઢ અપવાદના સ્થાનમાં પણ એકાંતે ઉત્સર્ગ પકડી રાખે તે અપરિણત. વગર કારણે હોંશે હોંશે અપવાદ સેવે તે અતિપરિણત. આવા જીવોને છેદશાસ્ત્ર ભણવાનો અધિકાર નથી આપેલ. તેથી ગુપ્ત, ગહન શાસ્ત્રપરમાર્થોને જાણવાની યોગ્યતા પણ વિવેકદષ્ટિસંપન્ન પાસે જ હોય. વિવેક હોય તો જ્ઞાન અને ક્રિયાનું સમતોલપણું જાળવી શકાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ મુજબ ક્યારે આરાધનાને મુખ્ય બનાવવી અને ક્યારે કેવળ આરાધકભાવને મુખ્ય બનાવવો ? તેની કોઠાસૂઝ વિવેકી પાસે જ હોય. સંયમવિરાધના કરતાં આત્મવિરાધના અને આત્મવિરાધના કરતાં શાસનવિરાધના વધુ નુકસાનકારી છે. આવો ખ્યાલ-સમજણ-સ્વીકાર વિવેકીને સહજ હોય.
સંયમીનું સ્થિરીકરણ - વાત્સલ્ય - ઉપવૃંહણા વગેરે આચારો સમકિતને નિર્મળ બનાવનારા છે. એક અપેક્ષાએ પિંડવિશુદ્ધિ વગેરે ચારિત્ર શુદ્ધિકારી આચારો કરતાં પણ તે બળવાન છે - આવી સમજ વિવેકીને જ હોય. સમ્યગ્દર્શન - જ્ઞાન અને ચારિત્રની આરાધનામાંથી કઈ આરાધનાને ક્યારે મુખ્ય - ગૌણ બનાવવી? તેની તાત્ત્વિક સમજણ વિવેકીને જ હોય. અપવાદ સેવનમાં ઓછામાં ઓછો દોષ લાગે તેની કાળજી વિવેકી સંયમી જ રાખી શકે. વિવેક ન હોય તે અપવાદને આગાઢ સંયોગમાં પણ આચરે નહિ; મન બગાડીને પણ ઉત્સર્ગ પાળે અને વિવેકહીન સાધક જો કારણે અપવાદ આચરે તો કાયમ અપવાદસેવન ચાલુ રાખે.
દીર્ઘકાલીન આરાધના ક્યારેક સંયોગવિશેષમાં છોડવી પડે તો ફરીથી અવસરે તે આરાધના શરૂ કરવાનો ઉત્સાહ અવિવેકીને પ્રાયઃ ન જાગે. પકડયું તે પકડયું અને છોડયું તે છોડ્યું - આવી મનોદશા
-૧૫૩F