________________
અવિવેકીની હોય. ઉત્સાહ હોય તો દુષ્કર આરાધના પણ કરવી અને ઉત્સાહ ન હોય તો સુકર - સરળ આરાધના પણ ન કરવી - આ પણ વિવેકહીનતાની નિશાની છે.
સ્વ-પરની આરાધનામાં ક્યારે સ્વની આરાધનાને મુખ્ય કરવી અને ક્યારે બીજાની આરાધનાને મુખ્ય બનાવવી ? તેની સ્વસ્થ સમજણ વિવેકી પાસે જ હોય. શક્તિશાળી બાલમુનિને તૈયાર કરવા માટે પોતાની આરાધનાને અમુક સમયગાળા દરમિયાન ગૌણ કરવાની તૈયારી વિવેકી સાધક પાસે સહજતઃ હોય. સંયોગને જોઈ ક્યારે કઈ આરાધના વિશેષ લાભકારી છે ? તેનો વિચાર કરી તે આરાધના માટે જરૂરી ઉત્સાહ - ઉલ્લાસ – ઉમંગ પ્રગટ કરી સ્વયં પ્રવૃત્ત થવું અને યોગ્ય જીવને તેમાં પ્રવર્તાવવા - આ વિમલ વિવેકદષ્ટિની નિશાની છે.
(૧) તપ અને વૈયાવચ્ચ બન્ને યોગને વિહારમાં આરાધવાની શક્તિ ન હોય તો ત્યારે વિશિષ્ટ વૈયાવચ્ચ ગુણને મુખ્ય કરી તપને ગૌણ કરવો.
(૨) અધ્યયન-અધ્યાપન યોગનો વિશિષ્ટ લાભ મળે ત્યારે શક્તિ ન હોય તો તપને ગૌણ કરવો;
(૩) વિશિષ્ટ તીર્થોમાં સ્વાધ્યાયને ગૌણ કરી પ્રભુભક્તિને મુખ્ય બનાવવી.
(૪) વિશિષ્ટ પર્વોમાં તપને મુખ્ય કરવો, તપ શક્ય ન હોય ત્યારે ત્યાગને મુખ્ય કરવો.
(૫) પર્યુષણાદિમાં પોતાના તપને ગૌણ કરી શ્રીસંઘને આરાધના કરાવવાના યોગને કે પ્રવચનપ્રભાવકની સેવાના યોગને મુખ્ય કરવો... આ બધા પ્રબુદ્ધ વિવેકદષ્ટિના ચિહ્નો છે.
આપણામાં આવી વિમલ વિવેક દષ્ટિ જાગે, ટકે, વધે તે માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ પચ્ચખ્ખાણના દશ ભેદમાં (૧) અતીત તપ, (૨) અનાગત તપ વગેરે ભેદને દર્શાવેલ છે, (૩)
૧૫૪