________________
અપવાદમાર્ગને પણ દર્શાવેલ છે. (૪) સ્થવિરકલ્પ બતાવેલ છે. (૫) એક સંયમીની આશાતના કે આરાધનામાં સર્વ સંયમીની આશાતના કે આરાધનાની વાત જણાવેલ છે. (૬) તપ વગેરે યોગની આરાધના કરતાં પણ ગુરુવચનની આરાધનાને મુખ્ય બનાવવાનું કલ્પસૂત્રના નવમા વ્યાખ્યાનમાં પ્રકાશેલ છે.
ગળપણ વિનાની કોઈ મીઠાઈ ન હોય, સુગંધ વગરનું કમળ ન હોય; પ્રકાશ વગરનો સૂર્ય ન હોય તેમ વિવેક વિનાની કોઈ તાત્ત્વિક સાધના ન હોય. પ્રાણ વગરનું શરીર મડદું કહેવાય તેમ વિવેક વગરની આરાધના માયકાંગલી કહેવાય. માટે વિવેકદૃષ્ટિને જીવનમાં મુખ્ય બનાવી વહેલા પરમ પદને પ્રાપ્ત કરો એ જ મંગલકામના...
લખી રાખો ડાયરીમાં...
કશી અપેક્ષા રાખ્યા વિના બધાનું પ્રેમથી સહન કરે તે ઉત્તમ.
જ્ઞાન, ઉપકરણાદિની અપેક્ષા રાખીને સહન કરે તે મધ્યમ.
સહન જ ન કરે તે અધમ.
સદ્ગુરુ મોક્ષમાર્ગદર્શક હોવાથી આંખ સમાન છે. ભવસાગરતારક હોવાથી વહાણતુલ્ય છે. ઠંડક આપનાર હોવાથી ઘેઘૂર વડલા જેવા છે.
♦ સાધુની પાયાની જરૂરીયાત બે છે. (૧) આયતન સેવા, (૨) અનાયતન ત્યાગ.
૧૫૫