________________
પહેલાં વૈરાગ્ય પછી જ્ઞાન-વિજ્ઞાન
સંયમજીવનમાં જ્ઞાનગુણને જેટલો ખીલવીએ તેટલું ચારિત્ર અને સમ્યગદર્શન નિર્મળ બને. દર્શન અને ચારિત્રમાં પ્રાણ પૂરવા માટે જ જ્ઞાનયોગને સાધવાનો છે. માટે તો ૬ મહિનામાં ૧ ગાથા ચઢે તો પણ ગાથા ગોખવાનો પુરુષાર્થ ચાલુ રાખવાની જિનાજ્ઞા છે. પરંતુ જો જ્ઞાન દ્વારા જ સમ્યગ્દર્શન અને ચારિત્ર મલિન બને તો જ્ઞાન જેટલું નુકશાન બીજો કોઈ પણ ગુણ ન કરે. જમાલિ ૧૧ અંગના પાઠી હતા. છતાં આ બાબતમાં ગોથું ખાઈ ગયા અને ભગવાન મહાવીર સામે બળવો કર્યો. જ્ઞાનની સાથે જો સરળતા હોય તો જ્ઞાન ક્યારેય નુકશાનકારક ન બને. ૯ નિહનવ પાસે જ્ઞાન ઘણું હોવા છતાં સરળતા અને સમર્પણભાવ ન હોવાથી તેઓ થાપ ખાઈ ગયા.
ઘણી વાર એવું બને કે ન જાણીએ ત્યાં સુધી રાગ-દ્વેષ ન થાય અને જાણીએ એટલે રાગ-દ્વેષ ઊભા થવા માંડે. આવું થાય તો તેવું જાણવાનું છોડી દેવું. જ્ઞાન ઓછું હોવાથી મોક્ષ અટકી ગયેલ છે - તેવું નથી. પરંતુ અધિકાર બહારનું જાણીને, પાત્રતા વિના જાણીને તેના માધ્યમથી રાગ-દ્વેષના સંકલેશો પાર વિનાના કર્યા છે. તેથી જ મુખ્યતયા મોક્ષ અટકેલો છે.
બીજા ગુણોથી કે અનાચારોથી કે દોષોથી જે નુકસાન થાય તેનું વળતર જ્ઞાન દ્વારા થઈ શકે. પરંતુ જ્ઞાન દ્વારા જે નુકસાન થાય તેનું વળતર કોઈ ગુણ દ્વારા થઈ ન શકે. માટે જ સરળ ન હોય, સમર્પિત ન હોય તેવા જીવોને ઊંચા શાસ્ત્રો ભણાવવાનો શાસ્ત્રમાં નિષેધ કરેલ છે. ભણીને પુદ્ગલ પ્રત્યે અને તારક સ્થાન પ્રત્યે ક્રમશઃ રાગ-દ્વેષ વધારવાના જ હોય તો ભણવાનો મતલબ શું ?
રાગ-દ્વેષ ન હોય કે નવા ઉભા ન થાય તો જ જાણવાનો અધિકાર મળે છે - આવો કુદરતનો શાશ્વત સિદ્ધાન્ત છે. માટે
૧૫૬