________________
હિમાલ હિકની વાવણી
સંયમજીવનમાં સર્વ ગુણોમાં વિમલ વિવેકદ્રષ્ટિ પ્રધાન ગુણ છે. સર્વ ગુણોનો રાજા વિવેક છે. બીજા બધા ગુણો તેના પ્રધાન, મંત્રી, સેનાપતિ, સૈનિક, પ્રજા વગેરેના સ્થાને છે. વિવેક જેનામાં હોય તેનામાં ઔચિત્ય, આવડત, વ્યવહારકુશળતા, બોલવાની કળા, જવાબદારીનું ભાન, કર્તવ્યનિષ્ઠતા, શાસ્ત્રના તાત્પર્યાર્થિને મેળવવાની યોગ્યતા, સમાધિધન, સમજણ, પ્રજ્ઞાપનીયતા, દીર્ધદષ્ટિ, સૂક્ષ્મદષ્ટિ, વૈરાગ્ય, અલ્પ પરિશ્રમે વધુ આધ્યાત્મિક પરિણામ મેળવવાની કુનેહ, મધ્યસ્થતા, ઓછામાં ઓછા નુકશાને વધુમાં વધુ લાભ (= કર્મનિર્જરા, પુણ્યબંધ, શાસનપ્રભાવના...) મેળવવાની આવડત, આશ્રવને સંવરમાં ફેરવવાની કળા વગેરે આત્મસાધનામાં જરૂરી ગુણો પણ પ્રાયઃ અવશ્ય હોય. વિવેકદૃષ્ટિ વગર જો તે બધા ગુણો હોય તો તે તાત્ત્વિક ન હોય. વિમલ વિવેકદૃષ્ટિ હોય તો જ ઉત્સર્ગ અને અપવાદનું સંતુલન જાળવી શકાય.
વિવેક સાથે સત્ત્વ હોય તો નબળા નિમિત્તમાં પણ અપવાદસેવન ન કરવા સ્વરૂપ ઉત્તમ કક્ષા આવે. સત્ત્વ ન હોય અને વિવેક હોય તો પુરાલંબનથી, મજબૂત કારણ હોય ત્યારે જયણાપૂર્વક અપવાદસેવન સ્વરૂપ મધ્યમકક્ષા આવે. વિવેક ન હોય તો અપવાદનું નિમિત્ત ગયા પછી પણ અપવાદસેવન ચાલુ રાખવા સ્વરૂપ અધમ કક્ષા આવે. વિવેક ન હોય અને વક્રતા હોય તો અપવાદસેવન કરવા માટે અપેક્ષિત કારણોને - નિમિત્તને સામે ચાલીને ઊભા કરવા સ્વરૂપ અધમાધમ કક્ષા આવે. વિવેક દૃષ્ટિ હોય તો અવસરોચિત જયણાપ્રધાન અપવાદસેવન દ્વારા પણ ઉત્સર્ગપાલનસાધ્ય કર્મનિર્જરા વગેરે લાભો પ્રાપ્ત થાય.
ક્યારેક તો ઉત્સર્ગપાલન કરતાં પણ વિશેષ લાભને વિવેકી સાધક અપવાદસેવન દ્વારા મેળવે છે. માટે જ દશપૂર્વધર, ૧૪
૧પર)