________________
તે જ તાત્ત્વિક સમ્યગ્દર્શન છે, મુક્તિમહેલનો મુખ્ય દરવાજો છે.
જબ જાણ્યો નિજ રૂપ કો, તબ જાણ્યો સબ લોક; નહિ જાણ્યો નિજ રૂપ કો, જો જાણ્યો સબ ફોક. નિજસ્વરૂપની પ્રતીતિ કરવા માટે જ શાસ્ત્ર, તપ, જપ, ત્યાગ, ગુરુસેવા, પ્રભુભક્તિ, સાધુસેવા વગેરેનું આલંબન લેવાનું છે. વર્ષો સુધી તેવા આલંબનના-આરાધનાના પડખા સેવવા છતાં નિજ સ્વરૂપની પ્રતીતિ ન થાય, તેવી અનુભૂતિ કે સંવેદના ન થાય તે કેવી કરુણદશા કહેવાય ? નિજસ્વરૂપની પ્રતીતિ થાય પછી વર્તન - વલણ - વાણી - વ્યવહાર - દેદાર - સ્વભાવ બધું જ આપોઆપ બદલાઈ જાય. પછી યોગદૃષ્ટિ સમુચ્ચયમાં બતાવેલ તૃષ્ણા, ક્ષુદ્રતા, ઈર્ષા, દીનતા, ભયભીતતા, તુચ્છતા, લુચ્ચાઈ, અજ્ઞતા વગેરે ભવાભિનંદી જીવના લક્ષણો સ્પર્શી ન શકે. ત્યાર બાદ ઉન્નત, ઉત્તમ, ઉદાત્ત, ઉદાર, ઉષ્માપૂર્ણ ઉદાસીન ભૂમિકાએ આત્મા આરૂઢ થાય છે. અવર્ણનીય, કલ્પનાતીત આનંદને ત્યારે આત્મા અનુભવે છે, વેદે છે.
પછી (૬) આત્મસ્વરૂપરમણતા નામની છઠ્ઠી ભૂમિકા પ્રગટ થાય છે. પોતાના જ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં, નિજાનંદમાં, ક્ષાયિક ગુણવૈભવમાં સ્થિરતા, મગ્નતા દ્વારા પૂર્ણતાનો અનન્ય અનુભવ સાધક કરે છે. આ જ સમ્યફ ચારિત્રયોગ છે. પુગલના સ્વરૂપની રમણતા મટે ત્યારે ભોજનરમણતા, ભગતરમણતા, દેહરમણતા, ઉપધિરમણતા, નામરમણતા, શક્તિરમણતા આપોઆપ રવાના થાય છે. તો જ આત્મસ્વરૂપરમણતા તાત્ત્વિક બને. પુદ્ગલરમણતા હોય ત્યાં સુધી નિજસ્વરૂપની રમણતા બનાવટી હોય. તેવા જીવ પાસે ભાવચારિત્ર ન હોય અથવા અત્યન્ત મંદ કે મલિન હોય. માટે પુદ્ગલરમણતા, પુદગલરુચિ હટાવીને આત્મસ્વરૂપરમણતા પ્રાપ્ત કરી આત્મવિકાસનું હું અંતિમ પગથિયું ચઢીને સાતમા પગથિયે મુક્તિ મહેલના દરવાજે ટકોરા મારીને શાશ્વત આનંદ ધામમાં વિશ્રાન્ત બનો એ જ મંગલકામના...
–-૧૫૧