________________
બોલ-બોલ કરવાની ગુલામી અને શ્વાસોચ્છવાસના બંધનમાંથી મુક્ત બની મૂક-સ્થિર-સ્વસ્થ સ્વરૂપને ક્યારે મેળવીશ ? વિચારદશાના કલંકથી છૂટી ક્યારે શાશ્વત નિર્વિકલ્પદશામાં મગ્ન બનીશ ? કર્મદેહ-મન-વચન-
પુલમય વિભાવદશાથી છૂટી સ્થિર આનંદઘનજ્ઞાનઘન સ્વભાવદશાને ક્યારે માણીશ ? માન-અપમાનમાં તુલ્ય પરિણામ ક્યારે જાગશે ?” આ રીતે તાત્ત્વિક આત્મસ્વરૂપપ્રતીક્ષા ઉદ્દભવે.
બહારના જગતમાં જેની પ્રતીક્ષા કરો તે મળે એવો નિયમ નથી. જ્યારે અધ્યાત્મ જગતમાં તો જેની પ્રબળ રુચિ - હાર્દિક પ્રતીક્ષા હોય તે મલ્યા વિના ન જ રહે. બાહ્ય જગતમાં પુણ્ય કે પૈસા વગેરે કિંમત ચૂકવવાની તૈયારી હોય તો ઈષ્ટ ચીજ મળે. દા.ત. શ્રીમંતના ઘરે જન્મ પુણ્યથી મળે. ગાડી, બંગલો વગેરે પૈસાથી મળે. પરંતુ અત્યંતર જગતમાં ઉપરની ચારમાંથી એક પણ ચીજ પુણ્ય કે પૈસાથી મળે નહિ. અનાવૃત - નિર્મળ આત્મસ્વરૂપની ઉત્કૃષ્ટ પ્રતીક્ષા-તીવ્ર ઝુરણા-ઉત્કટ તમન્ના એ જ તેને મેળવવાની સાચી કિંમત છે.
તેવી પ્રતીક્ષા જાગે પછી જ (૫) પારમાર્થિક આત્મસ્વરૂપપ્રતીતિ પાંચમા તબક્કે પ્રગટે છે. શાસ્ત્રના માધ્યમથી કે ગુરુના ઉપદેશથી આત્મસ્વરૂપનો બહુ બહુ તો બોધ થઈ શકે, નિજ સ્વરૂપની સમજણ મળી શકે. પરંતુ તેનાથી તેની પ્રતીતિ ન થાય. આત્મસ્વરૂપની પ્રતીતિ = અનુભૂતિ માટે તો ચિરકાલીન તીવ્ર તલસાટવાળી નિજ સ્વરૂપપ્રતીક્ષાને આત્મસાત્ કર્યા વિના છુટકો જ નથી. ખાતા, પિતા, સૂતા, ઉઠતા, ચાલતા સતત નિર્મળ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની પ્રતીક્ષા-ઝંખના-તાલાવેલી-આતુરતા હોય તો જ પંચ પરમેષ્ઠીની અચિંત્ય કૃપાથી શાસ્ત્રમાં બતાવેલ છે તેવા દેહ-મન-વચન-કર્મ-પુદ્ગલમુક્ત સચ્ચિદાનંદમય નિજસ્વરૂપની પારમાર્થિક પ્રતીતિ, સાચી સંવેદના અને રુચિપૂર્ણ અનુભૂતિ થાય.
૧૫૦