________________
ગલન-પતન-વિધ્વંસનસ્વરૂપ છે' એવું જાણી જડની રુચિ હટાવીએ તો આત્મસ્વરૂપની રુચિ પ્રગટે, મજબૂત બને. સકલ જગત તે એઠવાડ લાગે, જગતમાં બનતી બાહ્ય ઘટનાઓ સ્વમસમાન લાગે. બાહ્ય પદાર્થની સાર સંભાળ કંટાળા સ્વરૂપ લાગે, ભૂતકાળના નબળા પ્રસંગો અને પ્રતિકૂળ વ્યવહાર કરનાર વ્યક્તિઓ સ્મૃતિપટમાંથી ભૂલાવા માંડે તો આત્મસ્વરૂપવિષયકે તાત્વિક રુચિ જાગ્રત થાય. બીજે બધેથી રુચિની લાળ ટપકતી બંધ થાય તો નિજસ્વરુપની પારમાર્થિક રુચિ ઉદ્ભવે. બહારમાં રસ-કસના દર્શન થાય તેને પ્રાય: આત્મસ્વરુપ નીરસ-વિરસ લાગે.
સારી ગોચરી, પાણી, ઉપકરણ, જગ્યા, ભગત, પ્રશંસા, અનુકૂળતા, સુખશીલતા, શક્તિ, લબ્ધિ, પુણ્યોદય, શિષ્યપ્રાપ્તિ વગેરેની ગાઢ રુચિ મોટા ભાગે આત્મસ્વરૂપચિ જાગવા ન દે. જ્ઞાન, તપ, જપ, વ્યાખ્યાન, શિબિર, પ્રતિષ્ઠા, ઉપધાન, છરી પાલિત સંઘ કાઢવો વગેરેની રુચિ પણ આત્મસ્વરૂપચિ પ્રગટાવવામાં સહાયક બને તો જ સાર્થક અને આત્મસ્વરૂપરુચિ જગાડવામાં વિઘ્ન કરે તો તે પણ નુકસાનકારી બને. આ વાતનો ખ્યાલ રાખવો કલિકાલમાં અત્યંત જરૂરી છે.
(૪) સ્વરૂપચિ જાગે પછી સ્વરૂપ્રતીક્ષા આવે. અનુકૂળ ગોચરી, પાણી, ઉપકરણો, ઠંડકવાળી જગ્યા, ભગત વગેરેની પ્રતીક્ષા દૂર થાય તો જ “હું કેવળજ્ઞાન ક્યારે પામીશ? સર્વદોષમુક્ત ક્યારે થઈશ ? મારી નિષ્કષાય - વીતરાગદશા ક્યારે પ્રગટ થશે? સાયિક સર્વગુણસમૃદ્ધિને ક્યારે મેળવીશ? ખાવાની માથાકૂટને છોડી અણાહારી અવસ્થાને ક્યારે પ્રાપ્ત કરીશ ? નામી-સદેહી-રૂપી અવસ્થાને છોડી અનામી - અશરીરી - અરૂપી અવસ્થા ક્યારે મેળવીશ ? ઊંઘવાની ગુલામીને છોડી સદા જાગૃતિ - ઉપયોગમય - શુદ્ધ ઉપયોગમય સ્વરૂપને ક્યારે પ્રગટાવીશ ? વાસના અને ઈષ્ય નાગણના ઝેરી ડંખની વેદનાથી ક્યારે છુટકારો મળશે ?
૧૪૯