________________
આજીવિકાક્ષા .પગથિયL
આત્મગુણ વિકાસના ૬ પગથિયા આપણે સર કરવાના છે. (૧) પહેલું પગથિયું છે આત્મસ્વરૂપ જિજ્ઞાસા. “કોણ આવ્યું ? કોણ ગયું ? વિહાર કઈ દિશામાં થશે ? ક્યારે થશે ? ઓળી
ક્યારે પૂર્ણ થશે ? કોનું ચોમાસુ ક્યાં નક્કી થયું ? અહીં કોણ ચૈત્રી ઓળી કરાવવા આવવાનું છે ? કોની ક્યાં શિબિર છે ? અહીં કોણે પ્રતિષ્ઠા કરાવી ? સામેની વ્યક્તિનું નામ શું છે ? તેનું ગામ કયું છે ?” ઈત્યાદિ મુફલીસ જિજ્ઞાસાઓને છોડી “હું કોણ છું? મારું સ્વરૂપ શું છે ? મારા સહજ ગુણ-શક્તિ-લબ્ધિનું સ્વરૂપ શું છે ? તે ક્યારે પ્રગટ થશે ?” આવી જિજ્ઞાસા જાગે તો સ્વરૂપજિજ્ઞાસાનો પ્રારંભ થાય. પરરૂપ જિજ્ઞાસા મટે તો જ સ્વરૂપજિજ્ઞાસા તાત્વિક બને; બાકી તે બૌદ્ધિક કે વાચિક બને.
સ્વરૂપજિજ્ઞાસા પછી (૨) આત્મસ્વરૂપબોધ એ બીજું પગથિયું છે. “હું જાડો, લાંબો, કાળો, ગોરો દૂબળો” ઈત્યાદિ બોધ પરરૂપબોધ છે; જે એક જાતનો માત્ર ભ્રમ છે. જડના સ્વરૂપનો પોતાના સ્વરૂપમાં આરોપ કરવો તે કેવળ ભ્રાન્તિ છે. જડના સ્વરૂપનો બોધ રાગ-દ્વેષ-મોહ વગેરે વિકૃતિને પેદા કરી ચેતનસ્વરૂપનો બોધ આવરે છે. આમ ચેતનમાં જડસ્વરૂપનો આરોપાત્મક બોધ કે ઉપાદેયરૂપે જડસ્વરૂપનો ભ્રાન્ત બોધ આત્મસ્વરૂપગોચર બોધને અટકાવનાર હોવાથી તે બન્નેને દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો જ અભ્રાન્ત આત્મસ્વરૂપનો તાત્ત્વિક બોધ પ્રગટે. “અનંત જ્ઞાનદર્શન-ચારિત્ર-શક્તિ, અખંડ આનંદ સ્વરૂપ મારો આત્મા અજર-અમર-અછદ્ય-અભેદ્ય-અવિનાશી છે' આવો આત્મસ્વરૂપવિષયક સ્પષ્ટ નિર્મળ બોધ પ્રગટાવવાનું સૌભાગ્ય ત્યારે પ્રાપ્ત થાય.
(૩) ત્રીજું પગથિયું છે આત્મસ્વરૂપરુચિ. “જડ પદાર્થ સડન
–૧૪૮F