________________
પ્રદર્શન વગેરે એક એક ભૂલના કારણે, પોતાની ઉગ્ર સાધના હોવા છતાં ઉપરના સાધકોને કર્મસત્તાએ પછાડી દીધા તો જેના જીવનમાં ઉપરના બધા દોષો હોય અને સાધનાના ઠેકાણા ના હોય તેવા જીવની હાલત કર્મસત્તા કેવી કફોડી બનાવે ? તે સમસ્યાનું સમાધાન મેળવવું દુર્લભ છે. માટે ઉપરના ૩૭ દોષમાંથી એક પણ દોષ-ભૂલનો ભોગ આપણે ન બની જઈએ તે સાવધાની રાખીને આપણે વહેલા પરમપદને પામીએ એ જ પરમપિતા પરમાત્માને હાર્દિક પ્રાર્થના.
•
લખી રાખો ડાયરીમાં...
સહવર્તી અને ગુરુભાઈઓ સારણા-વારણા કરે, ગુરુદેવ ચોયણા પડિયોયણા કરે.
તપ ત્યાગ + સ્વાધ્યાય + વૈયાવચ્ચ ભાવ સંયમ.
તપ
માત્ર વૈયાવચ્ચ
-
=
=
ત્યાગ + વૈયાવચ્ચ = મધ્યમ ભાવસંયમ.
જઘન્ય ભાવ સંયમ.
ઉત્કૃષ્ટ
| ૧૪૭
અકુતૂહલવૃત્તિ એ આંતરિક શ્રીમંતાઈની નિશાની છે.
લાગણીની મૃદુ ભાષા અભિમાનને તોડે છે, પ્રેમને પોષે છે, વાત્સલ્યને વધારે છે.
અધિકારની ભાષા અભિમાનને પોષે છે.
એક પણ તારક યોગની અરુચિ હોય તો ઉગ્ર સાધના કરવા છતાં મોક્ષ ન થાય.