________________
(૨૭) ભૂલ ન સ્વીકારીને, ક્રોધને પરવશ થવાથી સાધુ ભવાંતરમાં
ચંડકૌશિક સર્ષ થયા. (૨૮) વિનશ્વર સંસારસંબંધની મમતાથી ઉપ્રસાધક પ્રસન્નચંદ્ર રાજર્ષિએ
સાતમી નરક યોગ્ય કર્મદલિકોને ભેગા કર્યા. (૨૯) ગુરુવચનને અવગણીને જવાથી અંધકસૂરિ વિરાધક બની
અગ્નિકુમાર નામના કુદેવ થયા. (૩૦) સ્ત્રીરત્નની લટમાં ભૂલા પડી સંભૂતિમુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તી
બનવાનું નિયાણ કરી સંયમસાધનાને પાંગળી કરી. (૩૧) પરદર્શનના ખેંચાણથી પ્રકાંડ વિદ્વાન એવા પણ સિદ્ધર્ષિ
ગણી ૨૧ વાર બૌદ્ધદર્શનમાં જવા તૈયાર થઈ ગયા. (૩૨) શિષ્યના લોભના લીધે મરીચિએ ઉત્સુત્રભાષણ દ્વારા ૧
કોડાકોડી સાગરોપમ સંસાર વધારી દીધો. (૩૩) પરસ્પરની મમતાના લીધે પૃથ્વીચંદ્ર-ગુણસાગર ૨૧ ભવ
સુધી, ઉગ્ર વિશુદ્ધ સાધના કરવા છતાં કેવલજ્ઞાન પામી
ન શક્યા. (૩૪) બાહુબળ બતાવવાની ભૂલથી ત્રિપૃષ્ઠ વાસુદેવ થવાનું નિયાણ
કરી ૭ મી નરકને આમંત્રણ આપનાર વિશ્વભૂતિ ઉગ્ર
સંયમ સાધનાને નિષ્ફળ કરી બેઠા. (૩૫) તપનો મદ કરી કુરગડુ મુનિએ તપનો અંતરાય બાંધ્યો. (૩૬) દુગંછાના લીધે મેતારજમુનિ દુર્લભબોધિ થયા. (૩૭) પોતાની વિદ્વત્તાના લીધે પ્રશ્નો પૂછવા આવનારા સાધુઓના
નિમિત્તે રાત્રિજાગરણથી કંટાળી “હું ક્યાં શાસ્ત્રને ભણ્યો? આવો પશ્ચાત્તાપ કરવાથી ઘોર જ્ઞાનાવરણ કર્મ બાંધનાર જૈનાચાર્યને માપતુષ મુનિ બનીને અજ્ઞાનદશામાં ફસાવું
પડયું. સુખશીલતા, આહારસંશા, વિજાતીય દર્શન, શક્તિનો ઉપયોગ
१४१