________________
(૧૩) ગુરુ પ્રત્યે બળવાખોર માનસથી શાસ્ત્રાગ્રહી બનેલા કદાગ્રહી
શિવભૂતિએ દિગંબરમતને પેદા કર્યો. (૧૪) પોતાની શક્તિને બતાવવાના અભિમાનથી સ્થૂલભદ્રસ્વામી
છેલ્લા ૪ પૂર્વના પદાર્થથી-રહસ્યાર્થથી વંચિત રહ્યા. (૧૫) નબળા ભૂતકાળને યાદ કરવાથી વૈયાવચ્ચી નંદિષણ નિયાણ
કરી બેઠા. (૧૬) અનુકૂળતાના રાગથી ઉજળા ભૂતકાળને યાદ કરવાથી
મેઘકુમાર મુનિ સંયમ જીવનને છોડવા તૈયાર થયા. (૧૭) આર્તધ્યાનના લીધે પાર્શ્વનાથ ભગવંતનો જીવ મરુભૂતિ
હાથી બન્યા. (૧૮) સાધ્વીના વેશમાં સ્ત્રી-પુરુષની કામક્રીડાના દર્શનથી દ્રૌપદીના
જીવે નિયાણું કર્યું. (૧૯) શુદ્ધ આલોચના ન કરવાથી બાલબ્રહ્મચારિણી રુમી સાધ્વીએ
તથા લક્ષ્મણા સાધ્વીએ સંસારભ્રમણ વધાર્યું. (૨૦) વૈયાવચ્ચની ઈર્ષ્યાથી મુનિ પીઠ-મહાપીઠે સ્ત્રીવેદ બાંધ્યો. (૨૨) અજ્ઞાનવશ ક્રોધને પરવશ થવાથી નિયાણ કરીને અગ્નિશર્માએ
ઘોર તપશ્ચર્યાને નિષ્ફળ બનાવી. (૨૩) અભિમાનના લીધે ઘોરતપસ્વી બાહુબલીજીનું કેવલજ્ઞાન
અટકી ગયું. (૨૪) સંવત્સરીના દિવસે ખાનાર પ્રત્યે દ્વેષભાવ રાખવાથી દૂરગડુ
મુનિના સહવર્તી ચારેય ઘોર તપસ્વી મુનિની વીતરાગદશા
રોકાયેલી રહી. (૨૫) જીભમાં આસક્ત થવાથી જિનશાસનપ્રભાવક મંગુ આચાર્ય
ગટરના યક્ષ થયા. (૨૬) યોગપટ્ટમાં-કમરપટ્ટમાં આસક્ત થવાથી પ્રવચનપ્રભાવક
સુમંગલાચાર્ય અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા.
૧૪૫