________________
પાનનો ઇતિહાસ,
(૨)
સંયમ સાધના એટલે પર્વત ઉપરની યાત્રા; તળેટીથી શિખર તરફની યાત્રા. પ્રત્યેક પગલે ઉપર જવાય અને પ્રત્યેક પગલે સાવધાની રાખવી પડે. એકાદ પગથિયાની ગફલત ખીણમાં પટકી દે, હાડકા ખોખરા કરી નાંખે. ૯૯,૯૯,૯૯૯ પગથિયા ચઢવાની મહેનતને એકાદ પગથિયાની બેદરકારી નિષ્ફળ બનાવી દે. કોઈ પણ પગથિયે ભૂલ ન કરી બેસીએ તે માટે પગથિયું ચૂકી જનાર, ભૂલથાપ ખાનાર સાધકોને નજર સામે રાખીએ તો આપણે તેવી ભૂલના લીધે નીચે ન ઉતરી જઈએ, આપણો સંયમવિકાસ અટકી ન પડે. માટે આજે ભૂલ કરનાર સાધકોને ગંભીરતાથી ઓળખશું અને તેવી ભૂલ ન કરવાનો સંકલ્પ કરશું. (૧) સુખશીલતાના લીધે અરણીક મુનિવર પતિત થયા.
આહાર સંજ્ઞાની પરવશતાથી કંડરીક મુનિ ભ્રષ્ટ થયા. એકાંતમાં વિજાતીયના દર્શનથી રહનેમિજી પતનમાર્ગે વળ્યા. લબ્ધિશક્તિનો ગુરુને પૂછ્યા વિના સ્વેચ્છાથી માયાપૂર્વક ઉપયોગ કરવાથી અષાઢાભૂતિ મુનિ ઘરભેગા થયા.
મદના લીધે હરિકેશી મુનિને ચંડાળકુળમાં ઉત્પન્ન થવું પડ્યું. (૬) સોનામહોર વરસાવવાની તાકાત બતાવવા જતાં નંદીષેણ
મુનિ વેશ્યાનો ભોગ બન્યા. ગુરુની આશાતનાથી ફૂલવાલક મુનિ સંયમથી ભ્રષ્ટ થયા.
ઈર્ષાને લીધે સિંહગુફાવાસી મુનિ પતિત થયા. (૯) અસહિષ્ણુતાથી મરીચિએ સાધુવેશ છોડ્યો. (૧૦) વિજાતીયમમતાથી મુનિ આદ્રકુમાર પતિત થયા. (૧૧) કુરુટ અને ઉત્કટ મુનિ ક્રૂર લેશ્યા, ક્રોધ, શાપ અને દ્વેષ
ભાવથી નરકે ગયા. (૧૨) કદાગ્રહના લીધે જમાલિ નિહનવ થયા.
(૭)
(2)
૧૪૪