________________
દ્વારા મોકલાયેલ રોગાદિ પરિષદોને જો પ્રસન્નતાથી, સમતાથી હસતાં હસતાં સહન કરીએ તો ધર્મમહાસત્તા આપણી ઈજ્જત પણ અવશ્ય કરે. આ ખ્યાલમાં હોય તો રોગસહન કરવામાં ખુમારી આવતી જાય.
પુત્રનું મોઢું જોવાનું લૌકિક સૌભાગ્ય પ્રાપ્ત કરવા સ્ત્રી જો પ્રસૂતિની વેદનાને સહન કરવા કટિબદ્ધ બને, તો ભવાંતરમાં સીમંધરસ્વામીનું મોઢું જોવાનું લોકોત્તર સદ્ભાગ્ય મેળવવા માટે સંયમી રોગની વેદનાને સહન કેમ ન કરે ?
દવા-ઈંજેક્શન-ઓપરેશનની વેદનાથી બચનારો દર્દી આરોગ્યને મેળવી શકે નહિ, શિલ્પીના ટાંકણાથી બચનારો આરસપહાણ પરમાત્મા તરીકે પૂજાવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે નહિ, અગ્નિપરીક્ષામાં પસાર થવાની તૈયારી ન રાખનાર ખાણનું સોનું પ્રભુમસ્તકે મુગટ તરીકેની શોભા પામી શકે નહિ, એરણ ઉપર હથોડાના ઘા સહન કરવા તૈયાર ન થનાર લોખંડ પણ પાણીદાર તલવાર બની શકે નહિ, તેમ રોગને પ્રસન્નતાથી સહન કરવા તૈયાર ન થનાર સાધક પણ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે નહિ.
શરીરની લાગણી પરમાત્માની લાગણી કરતાં વધુ હોય ત્યારે રોગ અસહ્ય બને. આત્મા-પરમાત્મા પ્રત્યેની મમતા શરીરની મમતા કરતા વધુ હોય તો રોગ સુસહ્ય બને. “હાયવોય તો દેહાધ્યાસનું સૂચક છે જ. પરંતુ હું રોગી છું.'- આવો ખ્યાલ પણ દેહાધ્યાસનો જ સૂચક છે. તેમ જ તે ખ્યાલથી “હું યોગી છું, સંયમી છું, સિદ્ધ સ્વરૂપ છું આવી અનુભૂતિ આવરાય છે અને સંયમ, સમકિત પણ મલિન થાય છે. માટે રોગોનો વિચાર પણ છોડવો અનિવાર્ય છે.
તેજીના સમયમાં તો સહુ કમાણી કરે. પણ શાબાશીને પાત્ર તો તે વેપારી છે જે મંદીના સમયમાં અને પ્રતિકૂળ સંયોગમાં પણ નબળી જગ્યાએ રહેલી સામાન્ય દુકાનમાં પણ કમાણી કરે. તેમ અનુકૂળતા અને આરોગ્યમાં આરાધના કરનાર કરતાં પ્રતિકૂળતામાં, તકલીફમાં,
–-૩૦૪
3०४