________________
ચાલો, રોણામાં સમાધિને માણીએ. એક સંયમી ઉપર આવતી તકલીફ જોઈને બીજા સંયમીને દુઃખ થાય તે સ્વાભાવિક છે. કારણ કે પ્રત્યેક સંયમી એ શાસનની મૂડી છે. શાસનની મૂડી નાશ પામતી જોઈને કે તકલીફમાં મૂકાતી જોઈને કયા સંયમીને રંજ ન થાય ?
પરંતુ પોતાની ઉપર પારાવાર તકલીફ આવવા છતાં સંયમી તો મસ્તીમાં જ હોય. ભોગને રોગ માનવાની અને રોગને યોગમાં રૂપાંતર કરવાની કળા સંયમીએ આત્મસાત્ કરેલ હોય. નબળામાં નબળી સામગ્રી અને તકલાદી શરીર તથા ૧૬ મહારોગોનો સળંગ સાતસો વર્ષ સુધી ભયાનક હુમલો થવા છતાં સનકુમાર ચક્રવર્તી રાજર્ષિએ કમાણી કરવામાં પીછેહઠ નથી કરી તો આપણે શા માટે ડગમગીએ ?
શરીર અને આત્મા અલગ છે - એ હિસાબ ચોખ્ખો કરવા માટે અને એ બૌદ્ધિક સમજણને હાર્દિક શ્રદ્ધામાં ફેરવવા માટે રોગને પ્રસન્નતાથી સહન કરવા એ પણ મોક્ષમાર્ગનું આગવું પગથિયું છે. ઉમાસ્વાતીજી મહારાજે તત્ત્વાર્થસૂત્રમાં પણ આ જ વાત કરી છે કે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ ન થઈ જવાય તે માટે અને મોક્ષમાર્ગે આગળ વધવા માટે જરૂરી એવી નિર્જરા કરવા રોગ વગેરે પરિબ્રહો ખુમારીથી સહન કરવા પ્રત્યેક સાધક માટે અનિવાર્ય છે. માનनिर्जरार्थ परिषोढव्या: परिषहाः ।
સ્વાધ્યાય અને વૈયાવચ્ચમાં જેટલી નિર્જરા થાય તે કરતાં અનંતગુણી નિર્જરા રોગાદિ પરિષહોને સમતાથી સહન કરવામાં છે. આવું બૃહકલ્યભાષ્યમાં જણાવેલ છે.
પરિવાર, પૈસા, દુકાન, ઘર, સંસારી વેશ, સંસારી નામ, સંસારી વ્યવહાર વગેરે સામે ચાલીને છોડનાર સંયમી સંસારી દેહનો અધ્યાસ, મૂચ્છ છોડે છે કે નહિ તેની કસોટી કરવા કર્મસત્તા
૩૦૩