________________
દેખાવ-દંભની દુનિયામાં ખોવાઈ જતાં વાર ન લાગે. આવું ન બને તે માટે ઉપરોક્ત રીતે સતત સિદ્ધ ભગવંતની મીઠી નજરનું અનુસંધાન કરવું એ જ ખરા અર્થમાં સિદ્ધ ભગવંતની આરાધના છે.
- લખી રાખો ડાયરીમાં
વિચિત્ર કર્મના ઉદયમાં પોતાની જાત કર્મસત્તાને
સોંપે નહિ તેણે આત્માને જાણેલ છે. • (૧) અક્કડ, (૨) દોષઘેલી, (૩) નિર્દક, (૪)
આપમતિ, (૫) ચંચળ, (૬) વક્ર, (૭) ક્રોધી - આ સાત પ્રકારના શિષ્યો ગુરુને ઉદ્વેગ કરાવે - (ઉપદેશમાલા ગા. ૭૪) ગુણહીન પ્રત્યે સહાયકભાવ - ઉત્તમ ભૂમિકા. ગુણહીન પ્રત્યે સહાનુભૂતિ - મધ્યમ ભૂમિકા. ગુણહીન પ્રત્યે તિરસ્કાર - અધમ ભૂમિકા. સ્વસ્થ જીવનના બે પાયા - (૧) મૌન (૨) સંઘર્ષનો અભાવ.
૩૦૨