________________
પણ સરળતાથી છૂટી શકાય. અનંતા સિદ્ધ ભગવંતો મારી પ્રત્યેક આરાધનાની કાયમી નોંધ રાખે છે તો પાંચ-પંદર સહવર્તી વગેરે મારી આરાધનાની નોંધ રાખે કે ન રાખે તેની શી કિંમત છે ? સિદ્ધ ભગવંતની નોંધ કાયમી હશે, તે પણ વગર કીધે. સહવર્તીને આપણી તમામ આરાધનાની કાયમી નોંધ રાખવાની ક્યાં ફુરસદ છે ? સિદ્ધ ભગવંતે કરેલી પોલાદી નોંધ ધર્મરાજાને મારી તમામ આરાધનાનું ફળ આપવા પ્રેરણા કરશે. જ્યારે સહર્વતી પાસે આપણે કરાવેલી સ્વઆરાધનાની નોંધ તો તેવું કરાવવામાં તકલાદી છે.' આવો ખ્યાલ હોય તો આપણી આરાધનાને ગુપ્ત રાખવામાં આનંદ આવે તથા શાસ્ત્રકારે બતાવેલ ‘સંયમીના તપ વગેરે કાયમ ગુપ્ત હોય' આવી મર્યાદાનું પાલન થાય.
ગુપ્ત રાખેલ આરાધના જ બળવાન બને. રસ્તા ઉપર વેરેલા ખુલ્લા દાણાને ચકલા ચણી જાય તેમ સ્વપ્રશંસા-પ્રસિદ્ધિ મેળવવા આપણે બીજા પાસે પ્રગટ કરેલ આરાધનાને કર્મસત્તા-મોહરાજા ચણી જાય, સાફ કરી નાંખે, તકલાદી કરી નાંખે. માટે જ જ્ઞાનસારના ૧૮મા અષ્ટકમાં સ્વપ્રશંસાને, આત્મોત્કર્ષને છોડવાની ઉપાધ્યાયજી મહારાજે મજેની વાત કરેલ છે.
અનંતા સિદ્ધ ભગવંતો આપણા કીધા વગર, આપણી ઝીણામાં ઝીણી, કેવલ કાયિક નહિ, માનસિક પણ આરાધનાની, કાયમી ફળદાયી નોંધ રાખે છે. એ બાબતનો કોઈ આનંદ ન હોય અને પાંચ-પંદર સહવર્તી વગેરે મારી આરાધના જાણતા નથી એનો અફસોસ હોય તે કેવી દરિદ્રતા-કરુણતા કહેવાય ? પછી પબ્લીસિટી, સ્ટેટ, ઈમેજ, ગુડવીલ, પ્રેસ્ટીજ ઈસ્યુ વગેરે ઝેરી વમળમાં ન ફસાય તો શું થાય ? સિદ્ધ ભગવંત આપણી તમામ આરાધના-વિરાધના અને તેની પાછળના આશયોને સ્પષ્ટપણે જુએ છે. એની જેને કિંમત ન હોય તેના ઉપર અનંતા સિદ્ધ ભગવંતોની અમીષ્ટિ કોઈ લાભદાયી અસર બતાવી ન શકે. તેવા જીવને આડંબર,
૩૦૧