________________
શું સિદ્ધ ભગવંતની આરાધના કરીએ છીએ ?
શેઠની નજર મારા ઉપર છે એવું જાણતો નોકર ચોરી કરવાની ઈચ્છા હોવા છતાં ચોરી કરી શકતો નથી. તેમ “૨૦ વિહરમાન તીર્થકર, બે કરોડ કેવલજ્ઞાની, અનંતા સિદ્ધ ભગવંતોની નજર મારા ઉપર છે એવું અનુસંધાન કરીએ તો દોષસેવનની રુચિ હોવા છતાં આપણે દોષને સેવી ન શકીએ, વિરાધનાને પોષી ન શકીએ. જેણે સારામાં સારું સંયમજીવન પાળવું છે તેણે માત્ર સહવર્તીની સાક્ષીના બદલે સિદ્ધ ભગવંત વગેરેની સાક્ષીને સતત નજર સામે રાખવી.
કેવળ સહવર્તીની શરમ નડે તે જાહેરમાં પાપ ન કરે, ખાનગીમાં દોષસેવન ચાલુ હોય. સિદ્ધ ભગવંતની શરમ નડે તે ખાનગીમાં ય દોષનો શિકાર ન બને. જેમ “વાહન વગેરેનો ઉપયોગ કરીશ તો સમાજની નજરમાં સાધુ તરીકે મારી છાપ નહિ રહે આવો મજબૂત ખ્યાલ આપણને વાહન, લિફટ, વગેરેના ઉપયોગથી તો અટકાવે જ છે પરંતુ તેના ઉપયોગની ઈચ્છાને પણ શમાવે છે જ. તેમ “હું ઈર્ષા-નિંદા-વાસના-લાલસા-પ્રસિદ્ધિભૂખ વગેરે પ્રમાદને પરવશ બનીશ તો અનંતા સિદ્ધ ભગવંતની નજરમાં સંયમી તરીકે મારી છાપ નહિ રહે આવો દઢ સંકલ્પ આપણને ઈર્ષા-નિંદા-વાસના વગેરે પ્રમાદનો શિકાર બનતા તો અટકાવે જ. પણ તેની ઈચ્છા-આકર્ષણ-રુચિને ય ખતમ કર્યા વિના ન રહે. આવો ભાવ પ્રામાણિકપણે જગાડીએ તો જ વર્તમાન કાળમાં મળેલ સંયમથી પણ ત્રીજા-પાંચમા-સાતમા ભવે સિદ્ધ બનવાનું સૌભાગ્ય સંપ્રાપ્ત થાય.
આ જ રીતે “અનંતા સિદ્ધ ભગવંતો મારી તમામ આરાધનાને જુએ છે આવો ખ્યાલ ઉપસ્થિત હોય તો સહવર્તી કે દૂરવર્તી પરિચિત વ્યક્તિને આપણી આરાધના જણાવ્યા વિના ન રહી શકવાની કુટેવથી
૨૦૦