________________
અત્યંતર કલંકને જીતવા માટે આલોચના, વૈરાગ્ય, ગુણાનુવાદ, ગુણાનુરાગ, ઉપવૃંહણા, વિનય, વિવેક, વૈરાગ્ય, વૈયાવચ્ચ, સ્થિરીકરણ, વાત્સલ્ય, મનની જાગૃતિ વગેરે ગુણો કેળવવા તત્પર બનવું.
કાયાના કે મનના સ્તરે ઉપસર્ગ - પરિષદમાં ક્યારેય હારવું નહિ. પરિષદમાં કાયાના સ્તરે હારે તો કાયાના બંધન ઉભા થાય. તેથી તો પાર્શ્વનાથ ભગવાનના જીવને હાથીના ભવમાં જવું પડ્યું. મનના સ્તરે હારે તેને મનના-આત્માના બંધન ઊભા થાય. અગ્નિશર્મા આનું ઉદાહરણ છે. કાયાના સ્તરે હારેલો સંખ્યાત કે અસંખ્યાત કાળે પુના માર્ગમાં આવી શકે. મનના સ્તરે હારેલાનું અનંતકાળે પણ કદાચ ઠેકાણું ન પડે. માટે આ બધી બાબતમાં સાવધાની રાખી આગળ વધવું.
(લખી રાખો ડાયરીમાં...)
જરૂરી જ્ઞાનના ઉપકરણ ઊંચકવા તે જ્ઞાનની આરાધના છે, મજુરી નથી. ચારિત્રના ઉપકરણમાં પણ આ રીતે સમજવું. પોતાની ચીજમાં આસક્તિ તે મૂછ કહેવાય. પારકી ચીજમાં આસક્તિ તે ગૃદ્ધિ કહેવાય. ૧૦ હજારની કિંમતના ખોવાયેલ હીરાને શોધવા ઝવેરી જે રીતે કચરો કાઢે તેવી સાવધાનીથી સાધુ કાજો કાઢે. નિર્દોષ જીવો કોહિનૂર હીરા કરતાં પણ વધુ કિંમતી છે.
૧૬૩F