________________
આચાર શુદ્ધિ - વિચાર શુદ્ધિ
આપણો જોરદાર પુણ્યનો ઉદય છે અને ગુરુભગવંતોની કૃપા આપણા ઉપર અનરાધાર વરસી રહેલી છે જેના પ્રતાપે આપણને સંયમજીવન સંપ્રાપ્ત થયેલ છે. ગુરુકૃપા અને પુણ્યોદયથી મળેલ સંયમવેશની સાર્થકતા વેશને અનુરૂપ માનસિક વલણ અને કાયિક વર્તન બનાવવામાં રહેલી છે. સૌપ્રથમ વ્યવહારશુદ્ધિ અને આચારશુદ્ધિ - પંચાચારશુદ્ધિ જીવનમાં વણી લેવી. જેથી તાત્ત્વિક વિચારશુદ્ધિ સુલભ બને, સ્થાયી બને, વૃદ્ધિંગત બને, સાનુબંધ બને. આચારશુદ્ધિ વિના કેવળ પોકળ વિચારશુદ્ધિનું વિશેષ મહત્ત્વ નથી. શક્તિ હોવા છતાં વ્યવહારશુદ્ધિ ન જાળવે, ઉપેક્ષા કરે, આચારપાલનમાં બેદરકાર બને તેની પરિણામશુદ્ધિ કાલ્પનિક બને, આભાસિક બને. આવું ઓઘનિર્યુક્તિમાં છેલ્લે બતાવેલ છે. માટે આચારશુદ્ધિ, આચારચુસ્તતા ઉપર વિશેષ લક્ષ રાખવું.
પરિણામ અશુદ્ધ હોય તો નુકસાન માત્ર પોતાને જ થાય. જ્યારે વ્યવહાર અશુદ્ધ હોય, .આચારપાલનમાં ગોટાળા હોય તો સ્વપર અનેકને ઘણું નુકસાન થાય. તેનાથી બીજા ધર્મભ્રષ્ટ, શ્રદ્ધાભ્રષ્ટ, આચારભ્રષ્ટ થાય. પ્રમાદી અને શિથિલ બને. માટે ઈચ્છા વિના પણ પંચાચારપાલનમાં કટિબદ્ધ બનવું. પરાણે આચાર પાળવામાં કદાચ મનને સંકલેશ થાય તે નુકસાન ઓછું છે. કાલાંતરમાં એ સંકલેશ મંદ બની, ખતમ થઈ આચારપાલનના બળે જીવને મોક્ષના અને સદ્ગતિના માર્ગે આગળ વધારે છે. ચક્રવર્તીનો ક્રૂર ઘોડો પરાણે બ્રહ્મચર્ય પાળે, તેમ છતાં પરાધીનપણે કરેલું કાયિક બ્રહ્મચર્યપાલન તેને આઠમા દેવલોકમાં અવશ્ય જાય છે. માટે ક્યારેક ઈચ્છા વિના, પરાણે પણ મર્યાદાપાલન, સામાચારીપાલન, પંચાચારપાલન અવશ્ય કરવું.
મનના ભાવ સારા રાખીને આચારમાં ગોટાળા કરીએ,
૧૬૪