________________
ગોલમાલ કરીએ, છતી શક્તિએ પ્રમાદ કરીએ તો નુકસાન ઘણું વધારે છે. કેમ કે બીજાને નબળું નિમિત્ત આપવું એ મોટો ગુનો છે. બીજાના નિમિત્તે આપણે પાપ ન બાંધીએ તેમ આપણા નિમિત્તે બીજા પાપ ન બાંધે તે જોવાની પણ આપણી અંગત ફરજ છે. બીજાને નબળું આલંબન આપનારને ભવાંતરમાં પ્રાયઃ જિનશાસન કે અન્ય સારા આલંબનો મળતા નથી. વિના કારણે અપવાદસેવન કરીને બીજાને નબળું નિમિત્ત આપવાથી આપણે એવું કર્મ બાંધીએ કે જેના ઉદયમાં આપણે ધર્મભ્રષ્ટ, શ્રદ્ધાભ્રષ્ટ, શાસનભ્રષ્ટ, સંયમભ્રષ્ટ બનીએ તેવા બળવાન નિમિત્ત આપણને મળે. માટે આચારચુસ્ત, મર્યાદા સંપન્ન બનવા મનને ઘડવું. મનની બેલગામ ઈચ્છાઓને કાબુમાં લેવા જ્ઞાનદષ્ટિ, તત્ત્વદષ્ટિ, વૈરાગ્યદષ્ટિ કેળવવી, સમજણના ઘરમાં રહેવું, વિવેકદષ્ટિને વિકસાવવી. લાભ-નુકસાનની તાત્ત્વિક ઓળખાણ ગુરુગમથી, શાસ્ત્રાભ્યાસથી કરવા તત્પર રહેવું. તેમ છતાં ચીકણા કર્મના ઉદયથી કદાચ મનમાં પાપવિચાર પ્રગટે તો પણ તેને આચાર સુધી પહોંચતો અટકાવવો.
મનના પાપને શરીર સુધી પહોંચવા ન દઈએ તે મધ્યમ કક્ષા છે. મનમાં પાપ પેદા જ ન થાય તે ઉત્તમ કક્ષા. મનનું પાપ શરીર સુધી પહોંચે તે જઘન્ય કક્ષા. મનના નબળા વિચારોને આચારનું બળ ન મળે તો તે દીર્ઘજીવી - ચિરંજીવી બનતા નથી. મનના સારા વિચારને શરીર સુધી પહોંચાડીએ, આચારનું બળ આપીએ તે ચિરંજીવી - દીર્ઘજીવી બન્યા વિના રહેતા નથી.
વિચારશુદ્ધિ વિના, ઈચ્છા વિના, પ્રસન્નતા વિના પણ પંચાચારને પાળીએ તો કર્મ હટતાં વિચારશુદ્ધિ પણ કાલાંતરમાં પ્રગટે છે. કેમ કે આચાર એ વૃક્ષ છે અને વિચાર તે ફળ છે. શુદ્ધવ્યવહાર એ વૃક્ષ છે, નિશ્ચય એ ફળ છે. ફળને મેળવવા વૃક્ષને ખતમ ન કરાય. તેમ વિચારશુદ્ધિને મેળવવા આચારને ખલાસ ન કરાય. આચારને તોડીને, ધર્મમર્યાદાને ફગાવીને, સામાચારીપાલનમાં
૧૬૫