________________
બેદરકાર બનીને મેળવેલી વિચારશુદ્ધિ કે પ્રસન્નતા એ મોહના ઘરની છે; કર્મજનિત છે, તકલાદી છે. એનું જિનશાસનમાં કશું મૂલ્ય નથી. મોક્ષમાર્ગે આગળ વધવામાં ઊલટું તે રુકાવટ ઊભી કરે છે, કેમ કે એ પ્રસન્નતા રાગનો સંક્લેશ છે કે જે વ્યામોહ પેદા કરે છે.
પરંતુ આપણા સંયમપાલન, પંચાચારપાલન, આરાધના વગેરેની સંખ્યામાં કાળક્રમે વધારો થતાં, આપણે આચારચુસ્ત બનતાં તેનું અજીર્ણ ન થાય, નાના પ્રત્યે તિરસ્કાર ભાવ પેદા ન થાય, અહંકાર પેસી ન જાય, બીજા ઉપર અધિકારવૃત્તિ જામી ન જાય તે માટે સતત હૃદયમાં વણી લેવું કે “હૃદયના પરિણામ જેનાથી કોમળ થાય, મુલાયમ થાય તે જ સાચી આરાધના. બાકી બધો ડોળ દેખાવ અને આડંબર.”
મનને બદલવા અને સુધારવા માટે જ આપણે કપડાં બદલાવેલા છે, સંસાર-પરિવાર છોડેલ છે. માત્ર કપડા બદલવાથી કદાચ સદ્ગતિ થાય, મોક્ષ તો ન જ થાય. મોક્ષ તો કપડાની સાથે મન બદલવાથી, સુધારવાથી જ થશે. મોહના ઘરમાંથી છૂટવા - છટકવા, મોહના અનુશાસનમાંથી ખસી જિનના અનુશાસનમાં આવવા માટે આપણે સંયમની આરાધના કરીએ છીએ. જો આરાધના કરવાથી મોહના અનુશાસનમાં જ વધુને વધુ આવતા જઈએ, ફસાતા જઈએ તો આનાથી વધુ કરુણદશા કઈ હોઈ શકે ? માટે આચારશુદ્ધિની સફળતા વિચારશુદ્ધિને આભારી છે. ' જે વૃક્ષની વર્ષોથી ખાતર અને પાણી સિંચનથી માવજત કરવા છતાં તેમાં ફળ જ ન આવે તો પરિશ્રમ વ્યર્થ. તેમ વર્ષોથી આપણે દઢતાથી વિધિપૂર્વક ચુસ્તતાથી સંયમપાલન કરીએ છતાં વિચારશુદ્ધિ ન જ પ્રગટે, ગુણાનુરાગ અને પ્રમોદદષ્ટિ ન આવે, સંયમી પ્રત્યે પૂજ્યત્વબુદ્ધિ ન જાગે, સંયમપાલનમાં અહોભાવ ન ઉછળે, વૈયાવચ્ચમાં ઉત્સાહ ન થાય, ગુરુસમર્પણભાવમાં કચાશ
૧૬૬