________________
રહે, વિકથા-ઈર્ષ્યા-માયા-અહંકારમાં સતત તણાઈએ તો આપણે કરેલ સંસારનો અને પરિવારનો ત્યાગ, તપ-જપ-સંયમપાલન વગેરે સાર્થક કઈ રીતે કહી શકાય ? એ વણઉકેલી સમસ્યા બને.
આ વિચારધારા આચારચુસ્તતાના અજીર્ણને અટકાવે છે. માટે આપણા જીવનમાં (૧) શરીરના સ્તરે સંયમ - સ્વાધ્યાય સેવાની મુખ્યતા, (૨) મનના સ્તરે ગુણાનુરાગ, નમ્રતા, ગુરુસમર્પણભાવની પ્રધાનતા, (૩) વચનના સ્તરે હિત-મિત-સત્ય-મધુર-સરળ-સ્પષ્ટ વાણીની અને ગુણાનુવાદની મુખ્યતા તથા (૪) આત્માના સ્તરે પરિણતિની નિર્મળતા, જૈનશાસન પ્રત્યે અહોભાવ અને વફાદારીની મુખ્યતા. આ ચાર બાબતને કેળવીએ એટલે મોક્ષ બહુ ઓછા સમયમાં/અલ્પ ભવમાં થાય. સ્પષ્ટ અને સુગમ લાગતી આ ચાર બાબતને જીવનમાં વણી લેવી બહુ ઘરી છે, ખૂબ મુશ્કેલ છે. પરંતુ કરવા જેવું પણ આ જ છે. તો જ સંયમજીવન સફળ સાર્થક બને. આવું કરવામાં આત્મબળ, દૃઢ મનોબળ મળે તેવી પરમાત્માને પ્રાર્થના.
•
-
લખી રાખો ડાયરીમાં...
કોઈને પણ સંયમ કે સંયમી પ્રત્યે અણગમો થાય તેવું સાધુનું વચન ન હોય.
જીવદયા, સમિતિપાલન, સ્વાધ્યાય, ગુરુ-દેવસાધર્મિકદર્શન સિવાય આંખનો બીજો ઉપયોગ ન થાય તો જિતેન્દ્રિયપણું આવે.
♦ સાધુને સહાય કરે તે કુદરતનો પણ લેણદાર બને.
૧૬૭