________________
સારક અને તારક તત્ત્વની સપ્તપદી
એક વાત ખાસ હૃદયમાં વણી લેવા જેવી છે કે સંયમપ્રાપ્તિ જેટલી મુશ્કેલ છે તેના કરતાં સંયમના પરિણામોની પ્રાપ્તિ ખૂબ જ મુશ્કેલ - દુર્લભ - દુષ્કર છે.
(૧) સંયમપ્રાપ્તિ તો કદાચ પુણ્યોદયથી પણ થઈ જાય. ભોગાંતરાય વગેરે કર્મના ઉદયથી પણ ક્યારેય દીક્ષા મળી જાય. પણ સંયમના પરિણામો તો મોહનીય કર્મના ક્ષયોપશમથી જ પ્રાપ્ત થાય.
(૨) સંયમપ્રાપ્તિ શરીર સ્તરે પણ સંકળાયેલ છે. સંયમની પરિણતિ તો કેવળ આત્માના સ્તરે જ સંકળાયેલ છે.
(૩) સંયમપ્રાપ્તિ પરાધીન છે, સાપેક્ષ છે, સાંયોગિક છે. જ્યારે સંયમના પરિણામોની પ્રાપ્તિ સ્વાધીન છે, નિરપેક્ષ છે. બીજા ઉપર નિર્ભર નથી.
(૪) સંયમજીવન ઔદિયક પણ હોઈ શકે છે. જ્યારે સંયમની પરિણતિ તો ક્ષાયોપમિક - ઔપમિક કે ક્ષાયિક જ હોય છે. (૫) મોક્ષ અતિ દૂર હોવા છતાં સંયમ મળી શકે છે. સંયમની પરિણતિ તો મોક્ષ નજીક આવે તો જ મળે.
(૬) સંયમપ્રાપ્તિ એ વકરો છે, ધંધો છે. સંયમની પરિણતિ એ નફો છે.
(૭) સંયમ એ વૃક્ષ છે, સંયમની પરિણતિ એ ફળ છે. (૮) પદાર્થલક્ષી - દૃષ્ટિવાળા જીવો પણ સંયમ મેળવી શકે છે. પરિણામલક્ષી - પરમાત્મલક્ષી દૃષ્ટિ વિના સંયમની પરિણતિ મળી ન શકે.
(૯) સંયમને પાળવામાં શરીરની પુષ્ટિ સહાયક બની શકે. સંયમની પરિણતિ કેળવવા આત્માની શુદ્ધિ જ કામ લાગે. આપણને સંયમજીવન મળી ગયેલ છે. તેથી હવે સંયમની
૧૬૮