________________
પરિણતિ પ્રત્યે નિરંતર અંતરમાં લક્ષ રાખવું એ અત્યંત મહત્ત્વનું છે. સંયમની પરિણતિ પ્રાપ્ત કરતાં પૂર્વે સંયમ-સમકિત-શાસનની બહાર ન ફેંકાઈ જઈએ તેની સાવધાની સૌથી વધુ આવશ્યક ચીજ છે.
(૧) સંયમીની આશાતના-નિંદા-ટીકા. (૨) ચતુર્વિધ સંઘના કોઈપણ સભ્યની તથા ગુણવાનની ઈર્ષ્યા.
(૩) કાયિક-વાયિક-માનસિક શક્તિનો કે પુણ્યશક્તિનો કે જ્ઞાન શક્તિનો અહંકાર.
(૪) બળવાખોર માનસ. (૫) ગુરુ સાથે વાતવાતમાં દલીલ-બચાવ-સંઘર્ષ. (૬) બનાવટી-દાંભિક વલણ. (૭) પ્રાયશ્ચિત્ત કરવામાં બેદરકારી.
આ સાત તત્ત્વ ખૂબ જોખમી છે, ભયંકર છે. આપણા જીવનમાં એમાંથી એક પણ ઘૂસી ન જાય તે માટે સતત સાવધાની કેળવવાની છે. બાકી બધી સંયમસાધનામાં પાણી ફરી વળે. ફરી ક્યારેય સંયમજીવન પણ મળી ન શકે. તેનાથી મોક્ષમાર્ગને આરાધવાની યોગ્યતા પણ ખતમ થાય, મંદ બને.
સાતમાંથી એકેય ઉપદ્રવકારી તત્ત્વ જીવનમાં ન ઘૂસે એની સાવધાની કેળવ્યા બાદ સંયમની પરિણતિ જાગે, ખીલે, વધે, સાનુબંધ થાય તે માટે પ્રયત્ન ચાલુ કરવા. દા.ત.
(૧) “જે ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, જગ્યા, ઉપકરણ વગેરે કોઈને પણ ન ચાલે એ મને પ્રેમથી ફાવશે' - આવું વલણ કેળવવું. કેમ કે ઉપકરણ તદન સાદા તેમ સંયમ ઊંચું. કિંમતી - ભપકાદાર ઉપકરણ મેળવવાનું વલણ આવે તેમ સંયમ નિમ્ન કક્ષાનું બને.
(૨) સાચા-ખોટાની બાહ્ય ચર્ચામાં પડ્યા વિના “સારું મેળવવું, ખરાબ છોડવું આવું વલણ નિરંતર કેળવવું.
(૩) ગુરુના કડવા ઠપકામાં કાયમ પ્રસન્નતા કેળવવી. કારણ
-૧૪૯