________________
કે ગુરુનો ઠપકો જેને ટકટક લાગે તેનો આત્મવિકાસ, ગુણવિકાસ અટકે. ગુરુનો કડક પણ ઠપકો જેને પ્રોત્સાહન લાગે તેનો ગુણવિકાસ વધે - આ શાશ્વત નિયમ છે.
(૪) મનના પરિણામ ન બગડે તે માટે વિવિધ ઉપાયો કરવા. દા.ત. (a) જડ-ચેતન વસ્તુ કે વ્યક્તિ સંબંધી સારા-નરસાપણાનો અભિપ્રાય બાંધવાની ઉતાવળ ન કરવી. (b) જો એ અભિપ્રાય બંધાઈ ગયો હોય તો નિર્મૂળ કરવો. (c) એ અભિપ્રાયને બીજાની પાસે પ્રગટ કરવાની ભૂલ ન કરવી. (C) “દરેક વસ્તુ-વ્યક્તિ પરિવર્તનશીલ છે' - આ બાબત ધ્યાનમાં રાખવી. (e) “આપણા દુઃખમાં કે અધપતનમાં આપણા કર્મ સિવાય, આપણા સિવાય બીજા કોઈ જવાબદાર નથી' આવી સમજણ કેળવવી. () દરેક વ્યક્તિ-સંયોગ મારા આત્મવિકાસનું નિમિત્ત છે આવી ધારણા કરવી. (g) દરેક ભવ્યાત્મા સિદ્ધ ભગવંત થવાનું રો-મટીરીયલ છે આવી ભાવના ભાવવી.
(૫) જે યોગમાં ઉત્સાહ હોય તેની આરાધના કરવાના બદલે જે યોગની શક્તિ હોય તેની આરાધનાનો ઉત્સાહ કેળવવો. કારણ કે મન હંમેશા કામચોર છે. સરળ યોગમાં જ ઉત્સાહ રાખે, અઘરા યોગમાં પ્રાયઃ ઉલ્લાસ ન દેખાડે.
(૬) ઉપકારીના આક્રોશને કે બીજા દ્વારા થતા અન્યાયને અને અપમાનને પ્રસન્નતાથી સહન કરવાનું દઢ પ્રણિધાન કરવું. કારણ કે ક્ષમાની કમાણી ક્રોધના કે અન્યાયના બજારમાં થાય અને નમ્રતાની કમાણી પ્રાય: અપમાનના બજારમાં થાય.
(૭) આરાધના કર્યા બાદ અતૃપ્તિ ઊભી રાખવી, જેથી રોજે રોજ આરાધનાનો ઉત્સાહ વધતો જાય.
આ સાત તત્ત્વ જીવનમાં ઉતરે તો ભાવ સંયમના પારમાર્થિક પરિણામ પ્રગટવા માંડે. આવું કરીને પરમપદ જલ્દી પામો એ જ મંગલકામના...
-૧૭૦