________________
જો જો, બલિદાન વિરુકુળ ન જાય.
સાધુ જીવનમાં ઘણી સાવધાની રાખીને આગળ વધવાનું છે. સૌથી મોટી સાવધાની એ રાખવાની કે ગુરુ પ્રત્યે અણગમો પેદા થઈ ન જાય. તે માટે ગુરુસમર્પણભાવ ઉત્કૃષ્ટ કક્ષાનો કેળવવો. કારણ કે સંયમી બનવા કરતાં શિષ્ય થવું વધુ મહત્ત્વનું છે. | તન-ધન છોડીને સંયમી થવાય છે. ગુરુના ચરણોમાં મન છોડીને શિષ્ય થવાય છે. શિષ્ય થયા વિના કેવળ સંયમી થવાથી બહુ બહુ તો દેવલોક મળે. સાચા વફાદાર શિષ્ય થવાથી તો બેપાંચ ભવમાં જ મોક્ષ મળે. સાચા શિષ્ય બન્યા વિના મોહનીયનો ઉચ્છેદ શક્ય નથી.
મન ગુરુને સોંપવામાં નડે છે (૧) ગુરુના કડક વચનો, (૨) આકરો ઠપકો, (૩) ગુરુના દિલમાંથી સ્થાન નીકળી જવાનો ભય, (૪) ગુરુના પ્રતિકૂળ વચનોને સ્વીકારવાની તૈયારીનો અભાવ, (૫) સ્વગુરુને ગૌતમસ્વામી તરીકે સ્વીકારવાનો અભાવ. આ પાંચ મલિન તત્ત્વો હટે તો જ આપણું મન મુક્તપણે સદ્ગરને સોંપી શકાય.
તેને દૂર કરવાના ઉપાય આ પ્રમાણે વિચારવા. ગુરુના કડક વચનો અને આકરો ઠપકો પ્રસન્નતાથી સહન કરવાથી
(૧) આપણો ભયંકર દુશ્મન અહં તૂટે છે. | () વિનય ધર્મ પ્રગટે છે.
(૩) આત્મા નિર્મળ થાય છે.
(૪) ભવાંતરમાં ગૌતમસ્વામીજી જેવા સદ્દગુરુને મેળવવાના અંતરાય રવાના થાય છે.
(૫) જ્ઞાનાવરણ અને મોહનીયનો સાનુબંધ પ્રબળ ક્ષયોપશમ થાય છે.
(૬) સંયમ પાળવાનું શારીરિક અને માનસિક બળ મળે છે.
૧૭૧