________________
(૭) નિર્મળ બ્રહ્મચર્ય પાળવાનું અમોઘ સામર્થ્ય સ્વતઃ પ્રગટે છે. (૮) તાત્ત્વિક ગુરુકૃપા સંપ્રાપ્ત થાય છે.
(૯) સંયમભ્રંશ, એકાકીપણું વગેરે સંભવિત અનેક નુકસાનોથી બચી જવાય છે.
આ નવ લાભ નજર સામે હોય તો ગુરુના કડક વચનો અને આકરો ઠપકો સાંભળવામાં પ્રસન્નતા આપોઆપ પ્રગટે. ગરમીમાં પાણીની જેમ તરસ લાગે છે તેમ ગુરુના આકરા ઠપકાને સાંભળવાની તરસ અને તલપ લાગવી જોઈએ. આપણા નબળામાં નબળા વિચાર ખુલ્લા દિલે ગુરુને જણાવવાથી ગુરુના દિલમાંથી સ્થાન નીકળી જવાના બદલે આપણી પાપભીરુતા, આલોચનાની તત્પરતા, સરળતા, નમ્રતા વગેરેના લીધે ગુરુદેવ આપણને પોતાના હૃદયમાં નજીકનું સ્થાન આપે છે.
ગુરુના દિલની આવી ઉદારતા અને ગંભીરતા આપણી તુચ્છ બુદ્ધિમાં જલ્દીથી સમજાતી ન હોવાથી ગુરુને મન સોંપવામાં કચવાટ થાય છે. આ કચવાટને દૂર કરવા ગુરુના ઉપકાર, ઉદારતા, ગંભીરતા, કરુણા, પરોપકારવૃત્તિ વગેરે ગુણોને નિરંતર નજરમાં રાખવા. “જ્ઞાનીના, અનુભવીના વચનો સ્વીકારવાથી ગલત કટુ અનુભવથી થનારા સેંકડો નુકસાનથી બચી જવાય છે” આ વાસ્તવિકતા ખ્યાલમાં હોય તો પોતાની દૃષ્ટિએ પ્રતિકૂળ લાગતા ગુરુવચનો સહર્ષ સ્વીકારવાની તૈયારી આવે. “આપણું હિત આપણા હાથમાં નથી. આપણું તાત્ત્વિક હિત આપણા હૃદયમાં પણ નથી, કારણ કે આપણે અનુભવજ્ઞાન વગરના છીએ. આપણું હિત ગુરુના હાથમાં છે, ગુરુના કરુણાર્દ હૈયે વસેલું છે” આવી સમજણ હોય તો ગુરુના પ્રતિકૂળ વચનો પણ અનુકૂળ લાગવા માંડે. અને પોતાના ગુરુમાં ગૌતમ સ્વામીને દર્શન પણ સુલભ-સુકર બને.
આવું થાય તો ગુરુને મન સોંપવામાં થતી મૂંઝવણ દૂર થાય. સમજણનો પવન ફૂંકાય તો મૂંઝવણના વાદળ દૂર થાય, સંયમજીવનમાં ઉત્સાહનો પ્રકાશ આત્મસૂર્યમાંથી પ્રગટ થાય. પછી (૧) સર્વત્ર નીત
૧૭૨