________________
નવો આનંદ અનુભવાશે, (૨) સંયમની સાચી મસ્તી પ્રગટશે, (૩) સત્ત્વમાં ઉછાળો આવશે, (૪) અંતરાયો દૂર થશે, (૫) આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે, (૬) દેવતાનું સાન્નિધ્ય મળે, (૭) અલ્પ પ્રયત્ન વિશિષ્ટ આત્મકલ્યાણ થાય તથા (૮) સાનુબંધ મોક્ષમાર્ગની, શાસનની, સંયમની, સદ્ગુરુની, સદ્ગુણસમૃદ્ધિની પ્રાપ્તિ થાય. એવું ન થાય તો આપણે સંસારત્યાગ, કુટુંબત્યાગ, ફેશનત્યાગ-વ્યસનત્યાગનું આપેલું મોટું બલિદાન નિષ્ફળ થાય.
(લખી રાખો ડાયરીમાં...) કાયમ બીજાને સમાધિ આપવી – એ તો સમાધિના સ્વભાવની નિશાની છે જ. પરંતુ બીજાને અસમાધિમાં નિમિત્ત ન બનવાની જાગૃતિ કેળવવી તે પણ સમાધિના સ્વભાવની જ નિશાની છે. વાતવાતમાં ઓછું લાગે તેવો બળતણીયો સ્વભાવ સાધનો ન હોય. બાલકક્ષાના જીવોને એકાગ્રતા માટે શ્રુતજ્ઞાન
ઉત્તમ કક્ષાનું આલંબન છે. • શાસ્ત્રો બોધ માટે છે, શોધ માટે નહીં.
સાધના પરિણામ માટે છે, પ્રદર્શન માટે નહીં. કદાચ આરાધના કરવી સરળ હશે. આરાધક ભાવ કેળવવો ભારે કઠણ છે.
૧૭૩.