________________
ક્ષિાનામાં આપનnતારક આગ્રહ નાટક
સંયમ જીવનમાં સમાધિ એ મુખ્ય ચીજ છે. બાકીના સ્વાધ્યાય, સેવા, તપ, જપ વગેરે યોગો ગૌણ છે. આથી સમાધિમય જીવન બનાવવાનું લક્ષ રાખીને બધી આરાધના કરવી. આરાધના કરવાની છે સમાધિ મેળવવા માટે. પણ ક્યારેક આરાધનાની બાબતમાં કોઈક પક્કડ-આગ્રહ આવી જતાં અસમાધિ વધી જાય એવું પણ બને. આવું ન બને તેની કાળજી રાખવી.
(૧) “સવારે સ્વાધ્યાય કરવાનો અવસર છે. તેથી હું પાણી કે નવકારશી લેવા નહિ જાઉ'.
(૨) “મારે તપ કરવો છે. તેથી હું ગ્લાનિસેવા નહિ કરું.”
(૩) “મારે જાપ કરવો છે તેથી હું રાત્રે કોઈનો સ્વાધ્યાયપાઠ નહિ સાંભળું.”
(૪) “મારે ભગવાનની ભક્તિ કરવી છે. માટે હું કાપ કાઢવામાં એમને મદદ નહિ કરું.”
(૫) “મારે ભણવાનું છે. તેથી હાલ હું કોઈને ભણાવીશ
(૬) “સ્વાધ્યાય-જપ વગેરે કરવાના મારે બાકી છે. એટલે હું કોઈના સ્થિરીકરણ-વાત્સલ્ય-ઉપબૃહણા માટે સમય નહિ કાઢું.”
(૭) “મારે કાપ કાઢવો છે. એથી હું ગોચરી નહીં જાઉં.'
(૮) “મારે વૈયાવચ્ચ કરવી છે એટલે હું તપ-જપ-સ્વાધ્યાય નહિ કરું.” આવી આરાધનાની પક્કડ પણ ઘણી વાર અસમાધિ પેદા કરી મૂકે છે.
આરાધનાના આગ્રહના લીધે પણ આપણે અસમાધિ ન પામીએ, માર્ગભ્રષ્ટ ન થઈએ એટલા માટે જ આપણે આપણી ઈચ્છા મુજબ આરાધના નથી કરવાની પણ ગુરુની આજ્ઞા-ઈચ્છા મુજબ આરાધના કરવાની છે. આપણી ઈચ્છાથી પર્યુષણમાં અઠ્ઠાઈ
१५४