________________
કરવી સહેલી છે. પણ ગુરુની ઈચ્છાથી વગર તિથિએ એક આંબેલ પણ કરવું ખૂબ અઘરું છે. આપણે આરાધના ઓછી કરી તેથી આપણો મોક્ષ નથી થયો-એવું નથી. પરંતુ ગુરુની આજ્ઞા-ઈચ્છા મુજબની આરાધના ઓછી કરી છે. તેથી મોક્ષ નથી થયો. જે આરાધનામાં આપણી ઈચ્છા, આગ્રહ ભળે તે આરાધનામાં શ્રદ્ધા ટકવી-વધવી સરળ છે. પરંતુ ગુરુની ઈચ્છા જે આરાધના કરાવવાની હોય અને આપણને તે આરાધના નાપસંદ હોય તો તેમાં શ્રદ્ધા કે રુચિ આવવી પણ મુશ્કેલ છે, વધવાની તો વાત શી કરવી?
આપણી ઈચ્છા મુજબની શ્રદ્ધા એ તકલાદી છે. ગુરુની ઈચ્છા મુજબ ઉત્પન્ન થતી શ્રદ્ધા પોલાદી છે, તાત્ત્વિક છે, સાત્ત્વિક છે. ગુરુની આજ્ઞા-ઈચ્છા મુજબ આરાધના કરવાથી જ મન સ્ફટિક જેવું નિર્મળ - પારદર્શક બને છે. તેના દ્વારા મલિન વિચારોના કુંડાળામાંથી કાયમ બહાર નીકળાય છે. કાદવના કુંડાળામાંથી બહાર નીકળવું સહેલું છે. પણ ક્લેશના કુંડાળામાંથી બહાર નીકળવું ખૂબ કપરું છે. માટે કાયમ ગુરુની ઈચ્છાને અનુકૂળ વર્તવું. તે માટે નમ્ર અને વિનયી બનવું.
જે નમ્ર અને વિનીત હોય તે સામાન્ય રીતે સમર્પિત જ હોય. સાચો શિષ્ય આંબાના ઝાડ જેવો છે. કેરી આવે તેમ આંબો ઝૂકે. તેમ પર્યાય, પુણ્ય, શક્તિ, જ્ઞાન, આવડત, ભક્તવર્ગ, શિષ્યવર્ગ વધતાં શિષ્ય ગુરુ પ્રત્યે વધારે ઝૂકે, સમર્પિત બને. પછી ગુરુની કોઈ વાતમાં દલીલ કે ખુલાસા કરવા ન પડે. દલીલ, બચાવ, ખુલાસા વગેરે ત્યાં જ કરવા પડે કે જ્યાં સમર્પણભાવ ઓછો હોય. સમર્પણભાવ દ્વારા જ મન સુધરી શકે છે; બદલી શકે છે.
ગુરુ શિષ્યના કપડા બદલી શકે. મન તો શિષ્યએ પોતે જ બદલવું પડે. ગુરુ આપણી તસ્વીર અને તકદીર બદલી શકે. પણ તાસીર તો આપણે પોતે જ બદલવી પડે. આપણી તાસીરને બદલવામાં, સુધારવા ગુરુદેવ સહાય ચોક્કસ કરે, પ્રયત્ન કરે. પરંતુ તે
૧૭૫