________________
પ્રયત્નોમાં આપણે ઉત્સાહ ન બતાવીએ, બળવો કે અણગમો કરીએ તો ગુરુ આપણી તાસીર બદલવામાં સહાયભૂત પણ થઈ ન શકે.
ગુરુના વચનો સામે બળવો કે ચર્ચા, અરુચિ વ્યક્ત કરીએ તે આશાતના કહેવાય. આશાતના એ આગ છે અને આરાધના એ રૂનો ઢગલો છે. આશાતના તમામ આરાધનાને ખતમ કરી નાખે છે. વિરાધના કદાચ સત્ત્વહીનતાની નિશાની હોઈ શકે. તેથી તેમાં કદાચ સારા ભાવ હોઈ શકે. આશાતના તો શ્રદ્ધાહીનતાની જ નિશાની છે. તેથી તેમાં ભાવ મલિન જ હોય. આશાતનાવાળાની આરાધના અનુબંધ વગરની હોય, દેવલોક આપીને સંસારમાં રખડાવનાર હોય. માટે ગુરુની ઈચ્છા મુજબ આરાધના કરવા તત્પર બની વહેલા પરમપદને પામજો એ જ મંગલકામના...
(લખી રાખો ડાયરીમાં.) • જે માન છોડે તે મહાન.
બીજાને માન આપે તે મધ્યમ. જેને માન નડે તે કનિષ્ઠ. સામે ચાલીને સારા નિમિત્ત મળવા તે પુણ્યાધીન છે. સામે ચાલીને ખરાબ નિમિત્ત છોડવા તે પુરુષાર્થને આધીન છે. પુણ્ય ઓછું પડે ત્યારે કમ સે કમ પુરુષાર્થને તો વધારીએ બીજાને ધર્મમાં જોડવાનું સામર્થ્ય પુણ્યશાળી પ્રભાવકનું છે. બીજાની ધર્મભાવના નહિ તોડવાની જવાબદારી પ્રત્યેક આરાધકની છે.
—–૧૭૬
૧૭૬