________________
મનની નવ નબળી કડી
સંયમજીવન એ મનને ઘડવાની, સુધારવાની પ્રયોગશાળા છે. સાધનામાં હાર-જીતનો આધાર આપણું મન છે. મનની નબળી કડીઓ ઓળખીને તેને દૂર કરવા પ્રયત્ન કરીએ તો સંયમજીવન સરસ-સફળ-સરળ બને.
(૧) સૌ પ્રથમ મનની નબળી કડી એ છે કે તે જેટલું નબળું દેખે તે જીવનમાં ઉતારે છે. કોઈની આચારની ઢીલાશ, ગુણવિકલતા, નિંદાદિદોષયુક્તતા, વિધિમાં ઘાલમેલ, પ્રમાદ, ગારવ... આવું જે કાંઈ દેખે તે નિઃસંકોચ રીતે પોતાના જીવનમાં ઉતારતા મન વાર નથી લગાડતું. માટે નબળી વ્યક્તિનો સામે ચાલીને હોંશે હોંશે બહુ પરિચય ન કરવો. નબળાની નિંદામાં પણ પડવાના બદલે તેના પ્રત્યે ઉદાસીન ભાવ કેળવવો. નબળી વ્યક્તિના દોષની ચર્ચા કરવાથી પણ તે દોષની ઊંડે ઊંડે રુચિ ઊભી થાય છે અને તે દોષ ઓછામાં ઓછો ૧૦ ગણો બળવાન થઈને આપણા જીવનમાં ઘૂસે છે - આવું ઉપદેશમાલા ગ્રન્થમાં ધર્મદાસગણીએ જણાવેલ છે. વિશેષ સોબત આપણાથી ચઢિયાતાની કરવી, જેથી આરાધનામાં અને આરાધકભાવને ખીલવવામાં આપણને ઉત્સાહ
જાગે.
(૨) બીજી વાત એ પણ ખ્યાલમાં રાખવી કે દરેકમાં કોઈકને કોઈક ગુણ આપણા કરતાં ચઢિયાતો હોય છે. માટે આપણા સહવર્તીમાં રહેલા તે વિશેષ ગુણને, વિશિષ્ટતાને ઓળખી તેમના પ્રત્યે ગુણાનુરાગ, વાત્સલ્યભાવ કેળવવો. કારણ કે મનની બીજી નબળી કડી એ છે કે તેને નબળું જોવામાં રસ છે, અભાવમાં જ પ્રાયઃ રસ છે. તેથી આસપાસના સંયમીમાં દોષને જોઈને મન તેના પ્રત્યે ધૃણા પેદા કરાવે છે.
(૩) મનની ત્રીજી વિચિત્રતા એ છે કે બીજામાં નબળી ચીજને
૧૭૭