________________
પુજ્ય શ્રી રાધિપતિ જયઘોષણજીિ મહારાજની પ્રસાદી
જીવન અંદરથી પણ પ્રસન્ન અને ગુણસૌરભથી ભરેલું બનાવવું. ગુરુનું વચન મનથી પ્રસન્નતાપૂર્વક સ્વીકારવાથી સમ્યક્ત નિર્મળ થાય. મન બગડે તો સમકિત મલિન થાય, નાશ પણ પામે. સંયમજીવનમાં અનુભવાતી આપણી મસ્તી-પ્રસન્નતા સામાન્યથી પ્રાયઃ ક્ષયોપશમ ભાવની હોય. તેથી તે અનુભવવાના પ્રયત્નની સાથે પ્રમાદ અને કષાયના કારણે તે ઉડી ન જાય તે માટે સતત સાવધ બનવું. સહવર્તી મહાત્માઓની ઉપબૃહણા - પ્રેરણા - પ્રોત્સાહન - સહાયકતા કરવી, અનુમોદના કરવી. આત્મદોષોનું નિરીક્ષણ અને શક્ય સુધારણા માટે પ્રયત્ન કરવો. ગુરુની ભક્તિ-બહુમાન-સેવા-આદરમાં જરા પણ કમી ન આવે તેનું ધ્યાન રાખવું. માતા-પિતા સિવાય સ્વજનો સાથે બહુ વાતો ન કરવી સારી. બાહ્ય આચારોમાં પણ જાણકાર અને ચોક્કસ બનવું. આંતરિક ગુણો કેળવવા અને દોષોનો નિગ્રહ કરવા માટે કષાયજય, વિષયોથી નિવૃત્તિ, વૈરાગ્ય અને ભાવના વગેરે શક્ય પ્રયત્નો કરતા રહેવું. તો પરિણતિ ઘડાશે. માટે જાગૃતિપૂર્વક પ્રયત્ન કરવો. શાસનમાં સંયમ, સંયમના કારણો સમજવા અને પાળવા કટીબદ્ધ થવું. નાના ગુરુભાઈઓ પ્રત્યે સહાયક વૃત્તિ રાખવી. તેઓ વ્યવહારથી ભલે નાના છે. વાસ્તવમાં પૂજ્ય છે. સાધુપદે પંચપરમેષ્ઠીમાં છે. માટે ગૌરવ સાથે જ જોવા.
(૧૦૦