________________
(લખી રાખો ડાયરીમાં...)
સંઘ પાસે સાધુને જેટલી અપેક્ષા વધુ તેમ સંઘમાં સાધુની કિંમત ઓછી. સમાધિના ત્રણ સૂત્ર (૧) વર્તમાન જોગ, (૨) ક્ષેત્ર સ્પર્શના, (૩) કાલે કાલ સમાયરે. જડની મમતા હોય તે સંસારી, સંયમીને તો આત્માની મમતા હોય.
ઉપકરણમાં મૂછ અનેક પ્રકારે હોય. દા.ત. (૧) અવસરે ઉપકરણનો ઉપયોગ ન કરવો. (૨) પોતાના ઉપકરણ હોવા છતાં બીજાના
ઉપકરણ વાપરવા. (૩) ઉપકરણ બગડે કે તૂટે તો મન ખિન્ન થાય. (૪) આપણા ઉપકરણનો બીજા ઉપયોગ કરે તો
મનમાં કચવાટ થાય. (૫) બિનજરૂરી ઉપકરણોનો સંગ્રહ કરવો. (૬) આકર્ષક કિંમતી ઉપકરણ માટેનું ખેંચાણ. (૭) ઉપકરણ તૂટે તે પહેલાં જ બદલવા.
-૨૧૨
૨૧૨
–