________________
સંયમીના
સપનામાં
• સપનાની સફર પૂર્વે સોનેરી સંધ્યા • નિષ્કારણપરાર્થવાસિત નિર્મલ અંતસ્તલમાં અવિરતપણે પ્રગટેલી ‘સર્વજીવહિતાય. “સર્વજીવસુખાય'... ની ઉદાત્ત ભાવનાથી બંધાયેલ જિનનામકર્મના ઉદયથી તારક તીર્થકર ભગવંતે સ્થાપેલ જિનશાસનની જ્યાં સુધી અંતઃકરણમાં પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી સાધનાના શિખરો... જેવાં કે ક્ષાયિક સમકિત, અપ્રમત્ત ચારિત્ર, ક્ષપકશ્રેણી, વીતરાગદશા, કેવલજ્ઞાન વગેરે ઉપર આરોહણ કરવું અશક્યપ્રાયઃ છે. જિનશાસનની સ્વહૃદયમાં તાત્વિક પ્રતિષ્ઠા કરવા માટે જિનાગમનિર્દિષ્ટ તીર્થંકરપ્રરૂપિત પદાર્થો-પરમાર્થો-રહસ્યાર્થીને આત્મસાત્ કર્યા વિના અન્ય વિકલ્પને અવકાશ જ ક્યાં છે ? એની સિદ્ધિ માટે સંયમસાધના કરવા કટિબદ્ધ બનેલા સંયમીઓમાં અપેક્ષિત સંકલ્પબળ પ્રગટાવનારા સપનાઓની આવન-જાવન એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે; કારણ કે તે મોક્ષમાર્ગે-સંયમમાર્ગે આગેકૂચ કરવાથી મળનારી મુક્તિનું-સિદ્ધિનું પ્રાથમિક પગથીયું છે.
(૧) મંગલ સોનેરી સ્વપ્ર... તેનાથી પ્રગટેલ (૨) ભીષ્મ સંકલ્પબળ... તેના દ્વારા થનારી (૩) ભગીરથ પુરુષાર્થસભર સાધના... અને તેના ફળસ્વરૂપે મળનારી (૪) લોકોત્તર અપ્રતિપાતી સિદ્ધિ. આ ક્રમથી જ પ્રાયઃ સર્વ આત્માઓનો વિકાસ થાય છે. મુક્તિ-સિદ્ધિ માટે જ લોકોત્તર સંયમ સાધનાનો ભેખ ધારણ કરનારા સંયમીઓમાં જરૂરી સંકલ્પબળ ખૂટી જાય તો સિદ્ધિ શિખર ભણી પ્રારંભાયેલ પાવન પ્રયાણ અવનતિ-અધોગતિની ખીણ તરફ ગબડાવવાનું નિમિત્ત બનતાં વાર ન લાગે. આનાથી ભયંકર બીજી કોઈ દુર્ઘટના ના હોઈ શકે. માટે જ “માનવ જીવનની સાર્થકતા શામાં ?” એ બાબતમાં પ્રત્યેક પાવન સંયમી ગંભીરતાથી સાવધાન હોય જ. એમાં કોઈ બેમત નથી.
સળંગ માંડ બે ઘડી પણ ન ટકનારા છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકને પૂર્વ કરોડ વર્ષો સુધી, ઊંઘમાં પણ, આત્મજાગૃતિના બળે સતત ટકાવી રાખનારા ઈન્દ્રવંદિત
૨૧૩