________________
સંયમીઓના સપનામાં કેવી દિવ્યતા, પ્રભુતા, ભવ્યતા, પાવનતા, ગરિમા હશે ? તેની કલ્પના પણ સાડા ત્રણ કરોડ રૂંવાડાને અપૂર્વ તાજગી અને પ્રસન્નતા આપે છે. સ્વજીવનધન્ય સંયમીના સપનામાં જાગૃતિભર્યો સહજ જ્ઞાનયોગ, તેજસ્વી તપોયોગ, નિષ્કામ કર્મયોગ, ભવ્ય ભક્તિયોગ, રૂડો રાજયોગ, ઉજ્જવલ ધ્યાનયોગ, જ્ઞાનગર્ભ વૈરાગ્ય યોગ, તિતિલાસભર ત્યાગયોગ, સ્થિરતાપૂર્વક જપયોગ, સમર્પણભાવ પ્રયુક્ત ઉપાસનાયોગ, અપ્રમત્તતાશાલી સાધનાયોગ, પ્રમોદપ્લાવિત પરિષહજયયોગ, અનુપમ અવંચક યોગ, અવલ્લ કોટિનો અષ્ટાંગ યોગ.. વગેરે કેટલા રોચક રીતે ગોઠવાયેલા હશે ! તો સાથો સાથ ઉત્સર્ગ-અપવાદનું સંતુલન, જ્ઞાન-ક્રિયાનો સુસંવાદ, નિશ્ચય-વ્યવહારનો સુભગ સમન્વય, નય-નિક્ષેપ-પ્રમાણનું સમુચિત મિલન, સ્વપર સિદ્ધાન્તના સંવેધ પણ સંયમીના સપનામાં વણાયેલ ન હોય તે કેમ બને? આશાતના, ગારવ, શલ્ય, પ્રમાદ, સંજ્ઞા, વિકથા, વિરાધના વગેરેના રૌદ્ર રસથી ઉભરાતા સોણલા દ્વારા સંયમીઓ કેવા સાવધ-અપ્રમત્ત બનીને સાધના-ઉપાસનાના વ્યોમમાર્ગે ઉડ્ડયન કરતા હશે ? સાધનાના સોનેરી રંગો, ઉપાસનાના ઉજ્જવલ રંગો, આત્મરમણતાના રૂપેરી રંગો, સ્વાધ્યાય-સમાધિના સૌમ્ય રંગો, જાપના જાંબલી રંગો, વૈરાગ્યના વાદળી રંગો, નિર્મન્થતા-નિસ્પૃહતાના નીલા-લીલા રંગોથી વ્યાપ્ત ઉચ્ચ આદર્શમય રંગબેરંગી સપનામાં સહજ અપરોક્ષ સ્વાનુભૂતિ, દેહાત્મભેદવિજ્ઞાન, નિર્વિકલ્પ સમાધિ.. વગેરે કેટલા બેનમુન દશ્યોની મસ્તી સંયમીઓ અનુભવતા હશે ? એ અકથ્ય છે, અવાચ્ય છે, અશ્રાવ્ય છે, અકલ્પનીય છે, અવર્ણનીય છે. કેવલ અનુભવગમ્ય છે, કો'ક વિરલા જ તેને માણે.
આવી કોઈક અલૌકિક દુનિયામાં પ્રવેશ કરવા તલપાપડ બનેલા હૃદયમાં જે વિચારકણિકાઓ ઉદ્દભવી તેનું શાબ્દિક સંકલન એટલે મુમુક્ષુઓ અને સંયમીઓના કર્મઠ કરકમલમાં ઉપસ્થિત... “સંયમીના સપનામાં. ઘણા સ્થાને ગજા બહારનું લખાયેલ છે. પરંતુ લખાયેલ છે સભાન દશામાં, બેભાન કે બેધ્યાન દશામાં નહિ. સપનાઓ તો ગજા વગર પણ મનોરથ માત્રથી આવી શકે ને? પોતાની ભૂમિકા-દશા-લાયકાતયોગ્યતા ઉપરાંતના ય સોનેરી સપનાઓ યોગ્યતા સાથે સફળ થાય, સાકાર થાય, જીવન બની જાય તેવું પામર પણ કેમ ન ઈચ્છે? દેવ-ગુરુકૃપાએ “સંયમીના સપનામાં પુસ્તિકામાં આલેખિત સપનાઓ ભાવનાઓ ચરિતાર્થ થાય તેવું સંકલ્પબળ પામીને સાધનાના પગથિયા ચઢી સિદ્ધિના-મુક્તિના શિખરે વહેલી તકે પહોંચી શકે તેવા શુભાશિષની યાચના, સુવિશુદ્ધ સંયમીઓના પાવન ચરણારવિંદમાં વંદનપૂર્વક, કરીને વિરમું છું.
તરણતારણહાર પાવન જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ-દુક્કડમ્. મૌન એકાદશી-ભોંયણીજી તીર્થ
ગુરુપાદપઘરેણ વિ.સં.૦૨૫૬
યશોવિજય
–-૨૧૪
–