________________
.
“વહેલા મોક્ષે જવું છે” એ ભાવના રાખવી સહેલી છે. પણ “વધારે સહન કરવું છે” એ ભાવના રાખવી ઘણી અઘરી છે.
સાધ્વીના પડછાયાની પણ ગતાગમ ન હોય તો આપણે ઉજળા સમુદાયના સાચા સાધુ છીએ.
માત્ર શરીરની તકલીફ જણાવે તે દર્દી. મનની મૂંઝવણ, આત્માના દોષ જણાવે તે શિષ્ય.
અનુભૂતિની દિશા → ૧ મિનિટ વાંચન + ૩ મિનિટ ચિંતન + ૫ મિનિટ ધ્યાન.
જ્યાં ઉપકરણની પડાપડી છે. પણ અંતઃકરણની નથી પડી, તેને સંયમી કઈ રીતે કહેવાય ?
આશ્રવમાં સમાધિ હોય તે સંસારી.
સંવરમાં સમાધિ હોય તે સાધુ.
જ્ઞાનના નાશમાં શાસનનો નાશ નથી કહેલો, પણ આચારના નાશમાં શાસનનો નાશ કહેલો છે.
ભોગી ભોગના અતિરેકમાં પરાણે ભોગને છોડે.
યોગી ખુમારીપૂર્વક ભોગથી ઝડપથી છૂટકારો મેળવે છે. ચારિત્ર મેળવવા ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ જોઈએ. ચારિત્ર પાળવા, ટકાવવા યતનાવરણનો ક્ષયોપશમ જોઈએ. આત્માના નિરુપાધિક આનંદને ચૂસવાની મૌલિક પ્રક્રિયા એટલે ધ્યાન.
ઓધાનો પાટો પણ સાદો જોઈએ.
ભરતકામ એ પણ એક જાતની વિભૂષા છે. જ અધિકાર મળે છે જેને આસેવન
સંવેગરંગશાળા
ગ્રહણ શિક્ષાનો તેને શિક્ષામાં રસ હોય.
૨૧૫