________________
ભાવસંયમી કયારેય કોઈ શિષ્યના દિલમાં તેના ગુરુ પ્રત્યે દિવાલ ઊભી કરવાનું પાપ ન કરે. આપણે જે ભૂમિકાએ છીએ ત્યાંથી મોક્ષમાર્ગે આગળ વધાય તેવો યોગ્ય દૃષ્ટિકોણ અપનાવીને જીવન ઘડીએ એ જ સ્યાદ્વાદનો સાચો ઉપયોગ છે. વિચિત્ર કર્મના ઉદયમાં પોતાની જાત કર્મસત્તાને સોપે નહિ તેણે આત્માને જાણેલ છે. • ચંદ્રાવતંસક રાજા આરાધના કરતાં અનુશાસનમાં રહેવાની કિંમત ચઢિયાતી છે. કારણ કે પોતાની ઈચ્છા જીવતી રાખીને આરાધના થઈ શકે. પણ અનુશાસન ઈચ્છાકુરબાની વિના શકય નથી. જે ગુરુ જિનાજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરાવે અને એવા પરિણામ ઉભા કરાવે તે ગુરુ મોક્ષના દાયક છે. વૈરાગીને ત્યાગમાં આનંદનો અનુભવ થાય. રાગીને ત્યાગમાં ત્રાસનો અનુભવ થાય. • પુંડરિક-કંડરિક સામેવાળાની યોગ્યતા મુજબ જ જણાવે તે ગુરુ માર્ગસ્થ છે. સ્વાધ્યાય કરવાનું એક પ્રયોજન વિકથાથી બચવાનું છે. નિંદા એ સ્વાધ્યાયનું અજીર્ણ છે. મનને આચારગ્રાહી બનાવતા પહેલાં ગુણગ્રાહી બનાવવાનું છે. જો આમ બને તો ક્યારેય જીવનમાં સાધનાનું અજીર્ણ ન થાય. વાચના, હિતશિક્ષા, પાઠ, આચારપાલન, ઠપકો આ પાંચ દ્વારા ગુરુ શિષ્યને ઉપદેશ આપે. ત્યાગમાં છોડવાનો ભાવ છે. વૈરાગ્યમાં છૂટકારાનો ભાવ છે. કબૂતરના બચ્ચાને જેવો બિલાડીનો ફફડાટ હોય તેવો સાધુને ફફડાટ સાધ્વીને મળતાં થાય. (દશ.વૈ. ૮૫૪)
૨૧૬