________________
સરળતા બીજાના દોષને પ્રગટ કરનારી ન હોવી જોઈએ. એવી સરળતા હોય તો તે ઔયિક ભાવની છે. ક્ષાયોપમિક
ભાવની નહિ.
મદ થવાનું કારણ જે મળેલું છે તેના કરતાં કર્મસત્તાએ અનંતગણું દબાવ્યું છે તેની જાણકારીનો અભાવ. આપણી ઈચ્છાપૂર્વકની આરાધના = બરફ ઉપર કોતરણી. ગુરુઈચ્છાપૂર્વકની આરાધના = આરસ ઉપર કોતરણી. અત્યંતર જગતમાં ચીજ નથી મળી એની ફરિયાદ કરવાની નથી પણ યોગ્યતા ઉભી કરવાની છે.
-
સરળ અને સહિષ્ણુ હોય તે સમર્પિત બની શકે. વ્યક્તિને માનીતી બનાવવા કરતાં સંયમને માનીતું બનાવીએ. જેની પાસે ગીતાર્થપણું નથી અને સંવિગ્ન છે તેનો વૈરાગ્ય પ્રાયઃ મોહગર્ભિત બની જાય.
ગટરના કિનારે અત્તરનો અનુભવ ન મળે. સંજ્ઞાના પનારે પડેલાને સંયમનો અનુભવ ન મળે.
બાહ્ય જગતમાં જેવી યોગ્યતા હોય તેવી ચીજ મળે તેવો નિયમ નહિ. જ્યારે અત્યંતર જગતમાં જેવી યોગ્યતા હોય તેવી ચીજ અવશ્ય મળે. પુણિયો શ્રાવક
ભાવનાનો આનંદ ઊભો થયો નથી એનો અર્થ એ છે કે આત્મામાં ગુણોની મૂડી ઊભી થઈ નથી.
શાસ્ત્રો મોક્ષમાર્ગ નથી. શાસ્ત્રોની વફાદારી મોક્ષમાર્ગ છે. વફાદારી શાસ્ત્રોમાં બતાવેલ વાતો સંપૂર્ણપણે આચરવા પ્રયત્નશીલ બનવું, ન આચરાય તેનો રંજ રાખવો.
=
૨૧૭