________________
•
ગીતાર્થની નિશ્રા અને આજ્ઞાપાલનના પ્રભાવે સાધુ પ્રતિક્ષણ અસંખ્ય કર્મોની નિર્જરા કરે.
સ્યાદ્વાદકલ્પલતા
ગચ્છ = (૧) જ્યાં સાધ્વી ગોચરી-પાણીના સમયે ઉપાશ્રયમાં પગ પણ ન મૂકે. (૨) નિમિત્તો મળે તો પણ કષાય ઉત્પન્ન ન થાય (૩) પુનર્જન્મનો જ્યાં ડર હોય.
ગુરુની કડકાઈને જેટલો સારો ‘Response’ આપીએ તેટલો વિકાસ થાય.
-
બ્રહ્મચર્યમાં નુકશાન થવાની શક્યતા હોય તેવી લાભપ્રદ ચીજ પણ છોડી દેવી. દા.ત. દીક્ષાર્થીના ફોટાનું આલ્બમ. સાધુ એટલે પરમાત્માના ગુણોનો વારસદાર.
બે મોટા દોષ = રાગ અને દ્વેષ.
બે મોટા ગુણ
વિવેક અને વિનય.
વિવેક રાગને અને વિનય દ્વેષને હટાવવાનું કામ કરે. • શું છોડ્યું ? તે મહત્ત્વનું નથી. જે છોડ્યું એનું આકર્ષણ કેટલું છૂટ્યું ? એ મહત્ત્વનું છે. ભવદેવ મુનિ
ભગવાન મોક્ષમાર્ગ બતાવે છે. આપણે મોક્ષમાર્ગ બનાવવાનો છે. - મેઘકુમાર મુનિ
=
આચારશુદ્ધિથી શાસન ટકે, પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. વિચારશુદ્ધિથી સંયમ, સમ્યક્દર્શનાદિ ટકે - નિર્જરા થાય. સંયમજીવનની મર્યાદા તોડીને ટકતી સમાધિ તે રાગરૂપી સંકલેશ છે.
·
નબળા વિચારને કયારેય આચારનું બળ આપવાની ભૂલ ન કરવી. સારા વિચારને આચારનું બળ આપ્યા વિના રહેવું નહિ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ
૨૧૮