________________
જીવનમાં પ્રવેશેલી જે કુટેવના કારણે પોતાનો મોક્ષ અટકેલો છે તે દૂર કરવાનો પ્રયત્ન કરવો તે આત્માર્થી જીવનું લક્ષણ સમજવું. ગુરુ હંમેશા અપરિશ્રાવી હોય. અપરિશ્રાવી = શિષ્યના ગુપ્ત દોષ પણ બીજાને જણાવે નહિ. - ઉપદેશમાલા પસાર થતી વસ્તુની જેમ દીવાલને કોઈ અસર ન થાય તેમ બાહ્ય પ્રસંગની આપણને પણ અસર ન થવી જોઈએ. પુદ્ગલમાં મીઠાશનો અનુભવ થાય તો સંયમમાં ફકાશ ઊભી થતી જાય. • સેલગ સૂરિ સંપૂર્ણપણે તાત્કાલિક નાશ કરવાની તાકાત અગ્નિ કરતાં બરફમાં વધારે છે. એમ આત્માનું નુકશાન કરવાની તાકાત વૈષ કરતાં રાગ-મોહ-મમતામાં વધારે છે. - આદ્રકુમાર માર્ગ(મોક્ષમાર્ગ)માં પાટીયા (શાસ્ત્રો) એટલા માટે જોવાના છે કે જેથી આપણે સાચા રસ્તે ઉત્સાહથી આગળ વધી શકીએ. તો તે પાટીયા (શાસ્ત્રો) વધારે જોવાનું અભિમાન શા માટે ? નમસ્કાર = પોતાની ચીજ ઉપર પોતાની માલિકી ઉઠાવી પંચ પરમેષ્ઠીની માલિકી સ્વીકારવી. - મયણાસુંદરી તારક તત્ત્વને કાયમ નિરખવાનું અને મારક તત્ત્વને કાયમ પરખવાનું. દ્રવ્યકર્મ સુધરે ત્યારે દ્રવ્યથી જિનશાસનમાં પ્રવેશ મળે. ભાવકર્મ ઘટે ત્યારે ભાવથી જિનશાસનમાં પ્રવેશ મળે. દ્વેષની વચ્ચે કદાચ સમ્યગ્દર્શન મળવું સહેલું છે. રાગમાં તે મળવું ખૂબ અઘરું છે.
૨૧૯,