________________
o
"
રાગની સામગ્રીની દોસ્તી જેને ગમે તેને પ્રાયઃ રાગ ભયંકર ન લાગે. - સિંહગુફાવાસી મુનિ રાગની ભયંકરતા સમજી, રાગની સામગ્રી ઘટાડવાનો સામે ચાલીને પ્રયત્ન કરે તે સંયમજીવનનો સાચો આનંદ અનુભવે. જેટલા સંઘ-શાસન-સમુદાય-ગુરુ અને સંયમીને વફાદાર બનીએ એટલી કુદરત આપણને વફાદાર બને. સમુદાયના બંધનો ગૌણ કરીને પણ ગ્લાનની ભક્તિથી સેવા કરવી જોઈએ. • શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. ગુરુકૃપા મેળવવાની ચીજ છે, આપવાની ચીજ નથી. - એકલવ્ય ગુરુ પાસે ભણનાર કદાચ શ્રુતજ્ઞાન જ મેળવે છે. ગુરુ પાસેથી ઠપકો મેળવનાર તો કેવળજ્ઞાન RESERVE કરાવે છે. જ્યારે પ્રેમ-લાગણી-વાત્સલ્ય વધે ત્યારે સામેના જીવનમાં ગુણગ્રાહી દૃષ્ટિથી જોવાનું બને. ઉપધિ ઊંચકવામાં કંટાળો આવે ત્યારે બળદના ભવને યાદ કરવો. જેટલો દેહાધ્યાસ તૂટે તેટલો સાધનામાં આનંદ આવે. - નંદન રાજર્ષિ આસપાસના સાધુ ઉપાસ્ય છે' એવી બુદ્ધિ હોય તો મોક્ષ ઝડપથી થાય. જ્ઞાનમાર્ગ વિકાસ અટકાવનાર બે મોટા બાધક તત્ત્વો :(1) I know something. (2) I know everything. ગુરુદેવમાં કરેલા દોષદર્શન હૃદયવેદિકા ઉપર ગુરુની શ્રી ગૌતમસ્વામી તરીકેની પ્રતિષ્ઠાને ચલાયમાન કરે છે. જેમ જેમ પદ ઊંચું મળે તેમ તેમ ધીરજ વધારે જોઈએ.
-૨૨૦