________________
પોતાના કાર્યમાં સ્કુર્તિ રાખવી. સંઘ-શાસન-સમુદાય તથા પરોપકારના કાર્યમાં ધીરજ રાખવી. મોક્ષમાર્ગે આગળ વધવા માટે આંખના સ્થાનમાં ચારિત્ર છે અને પ્રકાશના સ્થાનમાં વિવિધ અભિગ્રહો છે.
સ્વપ્રશંસા, પરનિંદા, જીભની ગુલામી, વાસના, કષાયઆ પાંચ ઝેર નિર્દોષ સંયમના પ્રાણ ખતમ કરે છે.” - ઉપદેશમલા ગા૦ ૭૨ ભિખારીનું વર્તન હોય તેવું કરોડપતિનું વર્તન ન હોય. સંસારીનું વર્તન હોય તેવું સાધુનું વર્તન ન હોય. જેમ સંયમી મલિન બને, દોષયુક્ત બને તેમ તે શાસનનું તેજ ઢાંકવામાં નિમિત્ત બને છે. પાપોદયને પચાવવા અરતિ ટાળવી. પુણ્યોદયને પચાવવા રતિ ટાળવી. સૂત્રના પુનરાવર્તન પાછળ આશય યાદ રાખવાનો નહિ પણ તેના ભાવાર્થ અને પરમાર્થ સુધી પહોંચવાનો જોઈએ. . વજસ્વામી પૂર્વભવ દુઃખની નોંધ રાખવી તે પણ ગુનો છે. - મરીચિ મુનિ અનુચિત, બિનજરૂરી, અનધિકૃત પ્રવૃત્તિઓ ભોગીનું લક્ષણ છે, યોગીનું નહિ. સંયમીને સારી પ્રવૃત્તિનો આનંદ હોય, તે કરતાં સારા પરિણામનો આનંદ વધુ હોય. જે ક્રિયામાં ભગવાન ભળે તે ક્રિયા ઝેર હોય તો પણ અમૃત બને. . મીરા આરાધનાનો સાચો આનંદ તો જ આવે, જો પરિણામ આવે. દા.ત. ઓળીનો આનંદ તો જ આવે, જો આહારસંજ્ઞા તૂટે.
૨૨૧